Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જુનાગઢનાં વંથલીની સીમમાં જુગાર રમતા ૮ ઝડપાયાઃ રોકડ રકમ જપ્ત

અગાઉ શાપુર, લુશાળા, નરેડી સહિતના ગામોમાં જુગારના દરોડા બાદ નવનિયુકત મહિલા પીએસઆઇ અલ્પા ડોડીયાનો સપાટો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૮ : તાજેતરમાં  જુનાગઢના એસપીશ્રી રવિ તેજા વાસમ શેટી દ્વારા પીએસઆઇની આંતીરક બદલી કરવામાં આવેલ.

જેમાં વંથલીના પીએસઆઇ તરીકે મહિલા સિંઘમની છાપ ધરાવતા અલ્પા ડોડીયાની નિમણુંક થતાં દારૂ જુગારની પ્રવૃતિ સખ્ત હાથે ડામીદેવા રીતસર ઝુંબેશ શરૂ કરી છે. શ્રી અલ્પા ડોડીયાએ ચાર્જ સંભાળ્યા બાદ શાપુર લુશાળા  નરેડી સહિત ગામોમાં જુગાર અંગે દરોડો પાડી ર૪ પતા પ્રેમીઓને ઝડપી લીધા હતા. તેમજગઇકાલે ગુરૂકુળ સોસાયટી પાછળ રેલવે પાટાવાળી ગારીવાળી આવેલ વાડીના ગોડાઉનમાં ગંજીપાનાનોજુગાર રમતા આમદ ઇબ્રાહીમભાઇ કચરા, રફીકભાઇ અમીનભા કચરા, સાદીકભાઇ ઉમરાભાઇ કારાવત, આદિલભાઇ અલ્લારખાભાઇ મહિડા રાહિલભાઇ ઇકબાલભાઇ કચરા ફારૂકભાઇ અલ્લારખાભાઇ ભીસ્તી દાનીશ ઇસ્માઇલભાઇ અલ્લાવાલા અફઝલભાઇ અબ્દુલભાઇ કચરા સહિત ૮ શખ્સોને રૂ.૪ર૯૬૦ રોકડ તથા ૯ મોબાઇલ કિ. રૂ.૬૦,૦૦૦ અને મોટરસાયકલ ૬ કિ. રૂ.૧,પ૦,૦૦૦ મળી કુલ રૂ.ર,પર,૯૬૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે રેડ દરમિયાન હાજર નહી મળી આવેલ અતીક સાદીકભાઇ કચરાને ઝડપી લેવા ચક્રો ગીતમાન કર્યા છે. શ્રી અલ્પા ડોડીયાએ જણાવ્યું હતું કે દારૂ જુગારની અને અસામાજીક પ્રવૃતિ ડામી દેવા અમારી ઝુંબેશ સતત ચાલુ રહેશે. માટે ગુનેગારો શાનમાં સમજી જાય તે જરૂરી છ અને આમ જનતાને કોઇપણ પ્રકારની રંજાડ હોય તો રૂબરૂ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવેલ છે. 

(1:38 pm IST)