Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોઢ ઇંચ સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યોઃ સવારે ઉઘાડ નીકળ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે પણ મેઘ મહેર વરસી હતી. ગઇકાલે સોમવારે ખંભાળીયા પંથકમાં આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો. અને સાંજે ભારે તથા હળવા ઝાપટા રૂપે દોઢ ઇંચ (૩૬ મી. મી.) પાણી વરસી ગયુ હતું. આ જ રીતે ભાણવડ પંથકમાં પણ ગઇકાલે બપોરથી શરૂ થયેલી મેઘસવારી એ દિવસ દરમ્યાન વધુ એક ઇંચ (રર મી. મી.) પાણી વરસાવી દીધું હતું. જયારે કલ્યાણપુર તાલુકામાં પોણો ઇંચ (૧૮ મી. મી.) અને દ્વારકા તાલુકામાં પા ઇંચ (પ મી. મી.) વરસાદ વરસી ગયું હોવાનું નોંધાયું છે.

ગત રાત્રીથી જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યો છે અને આજે સવારે સૂર્યનારાયણના દર્શન થતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં મોસમના કુલ વરસાદના જાહેર થયેલા આંકડા મુજબ ખંભાળીયા તાલુકામાં સાડા ૩૬ ઇંચ (૯૧૦ મી. મી.), ૧૧૬ ટકા), દ્વારકામં સાડા ર૬ ઇંચ (૬૬૬ મી. મી., ૧૩૧ ટકા), ભાણવડમાં સાડા ૩ર ઇંચ (૮૧પ મી. મી., ૧૧૭ ટકા), અને કલ્યાણપુર તાલુકામાં ૩૮ ઇંચ (૯પપ મી. મી., ૧૧પ ટકા) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૮.૬પ ટકા થયો ેછે.

(12:12 pm IST)