Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

પોરબંદરમાં કવાલીસ કારમાં ખીચોખીચ ૧૬ ઘેટાના બચ્‍ચા લઇ જતા ઝડપાયો

પોરબંદર, તા., ૨૮: કવાલીસ કારમાં ખીચોખીચ ૧૬ ઘેટાના બચ્‍ચા લઇ જતો યુનુસ હાજી મહમદ (ઉ.વ.૪૫)ને પોલીસે વોચ ગોઠવીને પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્‍દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની નાઓએ પોરબંદર જીલ્લામાં હિન્‍દુઓના પવિત્ર શ્રાવણ માસમાં તથા આગામી તહેવારોમાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી સારી રીતે થાય તે અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્‍વયે ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.સી.કોઠીયા પોરબંદર ગ્રામ્‍ય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર શ્રી એચ.સી.ગોહીલ તથા પોલીસ હેડ કોન્‍સ. એ.સી.રાઠોડ તથા સ્‍ટાફના માણસો બગવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં નાઇટ રાઉન્‍ડ પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન લોકરક્ષક દુલાભાઇ લખમણભાઇ ઓડેદરાની બાતમી આધારે મહેર શકિત સેનાના કાર્યકર જીવાભાઇ રાતડીયા તથા ભીમાભાઇ વિસાભાઇ રાતીયાની મદદથી રીનાવાડા ગામના સ્‍મશાન પાસેથી ટોયોટા કવાલીસ કાર રજી. નંબર જી.જે. ૩ ડીડી ૪૬૩૦ માં આરોપી યુનુસ હાજી મહમદ હુસેન ઉ.વ.૪૫ રહે. બ્રાન્‍ચ સ્‍કુલ પાછળ લાતીબજાર શીતલા ચોક પોરબંદરવાળો કોઇ પણ જાતના આધાર કે પરમીટ વગર પશુ જીવ ઘેટા બચ્‍ચા નંગ -રના મોત થયેલ હોય આમ ઘેટા જીવ નંગ-૧૬ એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ લઇ જવા કારનો ઉપયોગ કરી મળી આવેલ ઘેટા બચ્‍ચા જીવ નંગ-૧૬ ની કિ. રૂા. ૧૬૦૦૦ તથા કારની કિ. રૂા. ૧,૦૦,૦૦૦ ગણી કબ્‍જે કરી કુલ ઘેટા જીવ નંગ-૧૪ ની જાન બચાવી આરોપી વિરૂધ્‍ધ પશુ પ્રત્‍યે ઘાતકીપણુ દાખવવાના કાયદા હેઠળની કલમ મુજબ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ ઘેટા જીવ નંગ-૧૪ ને હાલ જીવદયા પ્રેમી તેમજ મહેર શકિત સેનાના કાર્યકર જીવાભાઇ રાતડીયા, ભીમાભાઇ રાતીયા તથા ઉમેશ ભરડવાને સાર સંભાળ માટે સોંપેલ છે. નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી પાંજરાપોળમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

 આ કામગીરી ઇ.ચા. પો.સબ ઇન્‍સ એચ.સી.ગોહીલ તથા પોલીસ હેડ કોન્‍સ. એ.સી.રાઠોડ તથા પોલીસ કોન્‍સ. મનોજભાઇ સોલંકી તથા લોકરક્ષક સતીષભાઇ સોલંકી વિગેરે બગવદર પોલીસ સ્‍ટેશનના જવાનોએ કરેલ છે.

(9:13 pm IST)