Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાણાવાવ પોલીસ દ્વારા જાહેરાનેશ અને આદિત્યણામાં જુગાર દરોડો : કુલ ૧૫ શખ્સો ૨૮ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર : રાણાવાવ પોલીસ જાહેરાનેશ અને આદિત્યનામાં જુગાર દરોડા પાડીને બંને સ્થળે કુલ ૧૫ શખ્સોને ૨૮ હજારની રોકડ સાથે પકડી પડ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર  તથા પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બંદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પો.અ સ્મીત ગોહીલ  નાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ પી.ડી.જાદવ  જુગારધારાના સફળ કેસો શોધી કાઢવા રાણાવાવ પો. સ્ટે.ના પો.સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ.સંજયભાઇ તથા હિમાંશુભાઇ ને સંયુકત રીતે ખાનગી બાતમીરાહે મળેલ ચોક્કસ અને આધારભુત હકિકત આધારે જારેરાનેશ બાપાસીતારામ બાપાના ઓટલા પાસે પંચો સાથે રેઇડ કરતા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા કુલ-૦૮ પુરૂષોને રોકડા રૂપીયા ૧૦,૮૪૦/- તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ તેમજ પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ.કોન્સ. એસ.આર.કરંગીયા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ને સંયુકત રીતે બાતમીરાહે મળેલ ચોક્કસ અને આધારભુત હકિકત આધારે આદિત્યાણાગામ કાદી પ્લોટ ચામુંડા માતાજીના મંદિર પાસે પંચો સાથે રેઇડ કરતા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા કુલ-૦૭ પુરૂષોને રોકડા રૂપીયા ૧૭,૧૫૦/- તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી રાણાવાવ પો.સ્ટે.માં અલગ અલગ ગુન્હા રજી. કરાવી જુગારધારાના બે સફળ ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) ખીમો ઉર્ફે લાલા અરજણભાઇ કોડીયાતર રહે.જારેરાનેશ (ર) સંજય રામાભાઇ મોરી રહે.જારેરાનેશ (૩) લખમણ ઠેબાભાઇ કોડીયાતર  રહે,જારેરાનેશ (૪) અજા દાનાભાઇ મોરી રહે.જારેરાનેશ (૫) કાના ગોગનભાઇ મોરી રહે.જારેરાનેશ (૬) રાજુ રામાભાઇ કોડીયાતર રહે.જારેરાનેશ (૭)સરમણ રૂડાભાઇ મોરી રહે.જારેરાનેશ (૮) કેશુ હીરાભાઇ મોરી રહે.જારેરાનેશ (૧) સતીષ હીરાભાઇ મારૂ રહે,આદિત્યાણા(ર) અશ્વિન હરદાસભાઇ મકવાણા રહે.આદિત્યાણા (૩) નિખીલ ખીમાભાઇ શીંગરખીયા રહે.આદિત્યાણા (૪) યોગેશ જેઠાભાઇ મારૂ રહે.આદિત્યાણા (૫) રમેશ બીજલભાઇ ચુડાસમા રહે.આદિતયાણા (૬) લાલા રાજુભાઇ કુંચીકલી રહે.આદિતયાણા (૭) દિલીપ લાખાભાઇ શીંગરખીયા રહે. આદિત્યાણા તા.રાણાવાવ

પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલમાં રોકડા રૂપીયા ૨૭,૯૯૦/- તથા જુગાર અંગેનું સાહિત્ય

આ કામગીરી કરનાર અધિ./કર્મચારીઓ આ કામગીરીમાં પો.સબ.ઇન્સ પી.ડી.જાદવ, પો.હેડ.કોન્સ જે.પી.મોઢવાડીયા, એસ.આર.કરંગીયા, ડી.પી.વરૂ તથા પો.કોન્સ હિમાંશુભાઇસંજયભાઇ, સરમણભાઇ, જયમલભાઇ, પરબતભાઇ, વિક્રમભાઇ, હરેશભાઇ વિગેરે રોકાયેલા હતા.

(8:33 pm IST)