Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

પોરબંદરમાં પૂ. રમેશભાઇ ઓઝાનો જન્મ દિવસ સેવાદિન તરીકે ઉજવાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૮ : રાષ્ટ્રીયસંત અને પ્રખર ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનો આગામી તા.૩૧ ને મંગળવારના રોજ ૬પ મો જન્મ દિવસ છે જેની સાદ્દગીપુર્ણ સેવા દિવસ તરીકે સ્વચ્છતા અભિયાન સાથે ઉજવણી કરવામાં આવનાર છે.

પૂ.ભાઇશ્રીનો સૌરાષ્ટ્રના રાજુલા નજીક આવેલ દેવકાગામે ૩૧/૮/૧૯પ૭ ના રોજ ધર્મપરાયણ પરિવારના વૃજલાલભાઇ તથા લક્ષ્મીબેનને ત્યા જન્મ થયેલ બાળપણથીજ ધાર્મિક રંગે રંગાયેલ પૂ.ભાઇએ માત્ર ૧૮ વર્ષની વયે વ્યાસપીઠ રચી ગીતા જ્ઞાનનો પ્રારંભ કર્યો રાજુલાની તત્વજ્ઞાન પાઠશાળામાં અભ્યાસ કરી અને મુંબઇમાં નિવાસ કર્યો જયા બી.કોમ.સુધી અભ્યાસ કરી સાથોસાથ ધાર્મિકગ્રંથોનું વાંચન કર્યુ ભાગવત હોય કે રામાયણ તે કથાનું રસપાન કરાવવાની પૂ.ભાઇશ્રીની આગવી અને વિશિષ્ટ રીત રહેલી છે દેશ-વિદેશમાં ભાગવત કથાના માધ્યમથી અનેકના જીવનમાં પરિવર્તન લાવી ૮૦૦ થી વધુ કથાઓ સમાજને પિરસી અને અધ્યાત્મિકતાના પંથે આગળ લઇ જનાર પૂ. ભાઇશ્રીનો જન્મ દિનની સાદગી પુર્વ ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે મંગળવારે પૂ.ભાઇશ્રીની ઉપસ્થિતીમાં સાન્દીપનીશ્રી હરિ મંદિરે સ્થાપીત દેવોની પુજા-અર્ચના, યજ્ઞ તેમજ સેવા દીવસ તરીકે સાન્દીપનીથી એરપોર્ટ સુધી ઋષિકુમારો સાથે પૂ.ભાઇશ્રી સ્વચ્છતા અભિયાનમાં જોડાશે પૂ.ભાઇશ્રીનો મો. ૬૩પ૧૮ ૭૯૮ર૯ છે. 

(12:57 pm IST)