Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

જુગારની મોસમ ખીલી ઉઠે તે પહેલાં મોરબી પોલીસ ત્રાટકીઃ૯ શખ્શો સકંજામાં

પીઆઇ બી.પી.સોનારા ટીમનો અચાનક છાપોઃ પત્તા પ્રેમીઓના મૂડમાં પંચર પડી ગયું

રાજકોટ તા.૨૮,  ચાલુ માસ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પતા પ્રેમીઓનો મોસમ ખીલતી હોય છે. જેમ જેમ મુખ્ય તહેવારો નજીક આવે તેમ. તેમ મહેફિલ જામતી હોય છે. આવી જ એક મહેફિલમાં પત્તા પ્રેમીઓ પર મોરબી સિટી એ ડિવિઝન પોલીસના પીઆઇ બી.પી. સોનારા ટીમ ત્રાટકતા કુલ ૯ શખ્શો ઝડપાઇ ગયાનું પોલીસ સૂત્રો જણાવે છે.                                                

પોતાના રેન્જ હેઠળના જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની ગેર કાયદે પ્રવૃત્તિઓ ફાલે ફૂલે નહિ માટે દરેક જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરનાર રેન્જ વડા સંદીપસિંહ અને મોરબી એસપી સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ચાલતી કવાયત દરમિયાન માત્ર જુગાર અને દારૂ જ નહિ હથિયારો પકડવાની ઝુંબેશ ચાલે છે.ગેર કાયદે હથિયાર સાથે આરોપીને ઝડપનાર પીઆઇ બી.પી. સોનારા,હેડ કોન્સ્ટેબલ એમ.એમ. દેગામડિયા, પોલીસમેન ભાવેશભાઈ કાંટા,અરજણભાઇ ગરિયા, મયુરભાઈ ચાવડા અને કિશનભાઇ ધરજીયા ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવેલ.

પકડાયેલ ૯ ઈસમો પાસેથી રૂ.૩૭૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.પોલીસ સૂત્રો દ્વારા મળેલ યાદી મુજબ નીચેના શખ્શો સામે જુગાર ધારાની કલમ ૪,૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

૧) વિશાલભાઇ ભરતભાઇ મકવાણા રહે.મોરબી મોચી શરી મોતી ભુવન (ર) રાકેશભાઇ બુધાભાઇ રાવ રહે. મોરબી અશોકાલય હોન્ડાના શોરૂમ પાસે (૩) તટૂણભાઇ નરશીભાઇ મારૂ રહે. મોરબી વીશીપરા બાબા હનુમાનજીના મંદિર પાસે (૪) કિશનભાઇ રમેશભાઇ કેલા રહે.મોરબી મોયી શેરી (પ) હીરાભાઇ બાબુભાઇ માંગુડા રહે. મોરબી વીશીપરા મેઇન રોડ પટેલ જીનના ખુણે (૬) હાર્દિકલાઇ ભરતભાઇ મકવાણા રહે.મોરબી મોચી શેરી મોતી ભુવન (૭) વીજયભાઇ નાગજીભાઇ રાવા રહે.મોરબી વીશીપરા ચાર ગોડાઉનના ખુણા પાસે (૮) અમીતભાઇ મનોજભાઇ રાતડીયા રહે.મોરબી ભરવાડ શેરી મોચી ચોક (૯) કુલદિપભાઇ ધીરૂભાઇ ચૌહાણ રહે.મોરબી કુબેરનાથ રોડ મોચી શેરી 

(11:58 am IST)