Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

જન્માષ્ટમી પર્વમાં તુલસીશ્યામ મંદિર ખુલ્લુ રહેશે

સોશ્યલ ડિસ્ટન્સ - માસ્ક સહિતના નિયમોનું પાલન કરાશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૮ : ગત વર્ષે શ્યામ ભગવાનનું મંદિર કોરોનાના કારણે બંધ રહ્યું હતું અને ભકતોએ શ્યામ મહોત્સવ ઉજવ્યો હતો નહીં તેમજ દર્શન પણ કર્યા હતા નહીં. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે હજારો ભકતો શ્યામના દર્શન કરી શકયા ન હતા આ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ અને તુલસીશ્યામ ટ્રસ્ટના નિયમ પ્રમાણે શ્યામ ઉત્સવ મટકીફોડ વગેરે કાર્યક્રમ સરકારની સુચના મુજબ ઉજવવામાં આવશે.

મંદિર કમિટી વ્યવસ્થાપક સમિતિ દ્વારા આપેલી માહિતી પ્રમાણે કોરોના ની ગાઈડલાઈન સખત શ્યામ સેવકો દર્શનાર્થીઓએ પાલન કરવાનું રહેશે અને અને સોશિયલ ડિપ્રેશન જાળવવાનું રહેશે શ્યામ ઉત્સવ અને મહા આરતી સંધ્યાઆરતીમાં મંદિરના શ્યામ ભગવાનના દર્શન કરી શકશે અને કોરોના નિયમમાં લાઈનમાં ઊભા રહીને દર્શન કરી શકશે તેમજ મહાપ્રસાદ બપોરે અને મહાઆરતી તથા દિવસે ૧૨ શ્યામ દર્શન રાત્રી ૧૨ શ્યામ ઉત્સવનો લોકો લાભ લઈ શકશે. ગરમ કુંડમાં પણ હાથ પગ ધોવા માટે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુ રાત્રીના પણ રોકાઈ શકે તે માટે સુંદર વ્યવસ્થા કાર્યરત છે. આમ આ વિસ્તારમાંથી શ્યામ સેવકો આ વર્ષે જન્માષ્ટમી પૂર્વે પોતપોતાના વાહનો ટ્રાફિક ન થાય તે માટે પોલીસ તંત્ર અને વન વિભાગને સાથ સહકાર આપવા માટે તુલસીશ્યામના ટ્રસ્ટી ડોકટર બીબી વરૂ મેનેજર અશોકભાઈ ગઢવી વગેરે અપીલ કરી છે. માત્ર જન્મ ઉત્સવ રાખવામાં આવ્યો છે અન્ય ડાયરો કે સાંસ્કૃતિક કાર્યક્રમ સરકારશ્રીની સુચના મુજબ રાખવામાં આવેલ નથી તો સાતમ અને આઠમના દિવસે સંપૂર્ણ ખુલ્લું રહેશે.

(11:56 am IST)