Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજકોટ જીલ્લામાં જૂગારના પાટલા ધમધમ્યાઃ ૮ દરોડામાં ૪૯ બાજીગરો પતા ટીંચતા પકડાયા

ભાયાવદરના જામટીંબડી ગામે પ, ખારચીયા ગામે ૭, શાપર-વેરાવળમાં બે દરોડોમાં પ મહિલા સહિત ૧૦, પાટણવાવના સમઢીયાળામાં ૮, ગોંડલના ગોમટામાં પ, જામકંડોરણાના બરડીયામાં ૬ અને નાની દુધીવદર ગામે ૮ પતાપ્રેમી પકડાયા

રાજકોટ તા. ર૭ :.. સાતમ-આઠમના તહેવારો પૂર્વે જ જીલ્લામાં ઠેરઠેર જૂગારના પાટલા શરૂ થઇ ગયા હોય તેમ અલગ અલગ ૮ દરોડોમાં ૪૯ બાજીગરોને પોલીસે પતાટીંચતા ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડોમાં ભાયાવદરના જામટીંબડી ગામે બાપા સીતારામના મંદિર પાછળ જાહેરમાં જૂગાર રમતા ગોપાલ જેઠાભાઇ મકવાણા, યાસીન ફારૂકભાઇ કાદરી, હસેન ભીખુભાઇ ઠેબા, ઇલીયાસ જેમલભાઇ ઠેબા તથા જેઠા ડાયાભાઇ કસોટીયા રે. તમામ જામટીંબડીને રોકડા રૂ. ૧૦રર૦ અને ગંજીપતા સાથે ભાયાવદરના હેડ કો. મયુરભાઇ સોલંકી સહિતના સ્ટાફે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ભાયાવદરના ખારચીયા ગામે રામાપીરના મંદિર પાસે પો. કો. મેરૂભાઇ મકવાણા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા પ્રવિણભાઇ દુદાભાઇ બગડા, મોહન દેવજીભાઇ રાઠોડ, સુરેશ સોમજીભાઇ રાઠોડ, અરવિંદ ચનાભાઇ બગડા, રમેશ સોમજીભાઇ રાઠોડ, અરવિંદ ચનાભાઇ બગડા, રમેશ ખીમજીભાઇ રાઠોડ, દિવ્યેશ ડાયાભાઇ બગડા તથા ખોડા ઉર્ફે ડુગો નાથાભાઇ રાઠોડ રે. તમામ ખારચીયાને રોકડા રૂ. પ૩૯૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. આ રેઇડ દરમિયાન અશ્વિન મેઘજીભાઇ બલવા રે. કોલકી નામનો શખ્સ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

ત્રીજા દરોડામાં શાપર-વેરાવળમાં શાંતિધામ ગેઇટ નં. ર પાસે શેરીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ કુલદીપસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો. કો. યોગીરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા કલ્પેશ ભીખાભાઇ વાઘેલા, રે. શાંતિધામ વેરાવળ કલ્પેશ બાબુભાઇ કોરીયા, રે. શાંતિધામ વેરાવળ, દિપક મગનભાઇ નાણેચા  રે. રીબડા, રામસીંગ બાબુભાઇ ડોડીયા રે. શાંતિધામ પર વેરાવળને રોકડા રૂ. ૬૩પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

ચોથા દરોડોમાં શાપર-વેરાવળમાં શાંતિધામ ગેઇટ નં. ૧ પાછળ શેરીમાં જાહેરમાં જૂગાર રમતી જાગૃતીબેન રાજેશભાઇ દંગી, રે. શાંતિધામ ગેઇટ પાછળ શેરીમાં વેરાવળ, નિકીતાબેન ઉમેશભાઇ મહેતા શાંતિધામ-૧, વૃંદાવન એપાર્ટમેન્ટ વેરાવળ, મીતલબેન અજયભાઇ સોલંકી રે. બાંટવા, જયોતિબેન રસીકભાઇ રાઠોડ રે. શાંતિધામ-૧ ગેઇટ બ્લોક નં. ૧૭ વેરાવળ તથા કાજલબેન કપીલભાઇ પરમાર રે. શાંતિધામ-૧ વૃંદાવન એપાર્ટમેન્ટ વેરાવળને રોકડા રૂ. ૧૦૧૪૦ અને ગંજીપતા સાથે પો. કો. સમજુબેન ગમારા સહિતના સ્ટાફે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાંચમાં દરોડોમાં પાટણવાવના સમઢીયાળા ગામે નદીવાળી સોસાયટીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પો. કો. જયદીપભાઇ કણસાગરા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા સતીષ પ્રેમજીભાઇ મકવાણા, જયેશ દિનેશભાઇ મકવાણા, પંકજ ઉર્ફે પકુ છગનભાઇ ચૌહાણ, રાજેશ વશરામભાઇ મકવાણા, રણજીત મનસુખભાઇ કોળી, રાજેશ ભીખાભાઇ બારૈયા, નરેશ અરજણભાઇ મકવાણા તથા નિલેશ ગોવિંદભાઇ ચૌહાણ રે. તમામ સમઢીયાળાને રોકડા રૂ. ર૦૯૦ અને બે મોબાઇલ મળી કુલ રૂ. ૮૦૯૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

છઠ્ઠા દરોડોમાં ગોંડલના ગોમટા ગામે ગીરનાર સોસાયટીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ મહાવીરસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પો. કો. છત્રપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા ગૌતમ વિજયભાઇ વ્યાસ, સંજય કાનજીભાઇ મુળીયા, વિમલ વજુભાઇ ચાવડીયા, ટીમણ ડાયાભાઇ ચાવડીયા તથા પિન્ટુ જેન્તીભાઇ ધોળકીયાને રોકડા રૂ. ૧૧ર૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સાતમા દરોડોમાં જામકંડોરણાના બરડીયા ગામે ખોડીયાર પ, વિસ્તારમાં હેડ કો. મયુરભાઇ કોરડીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા અનીલ જેરામભાઇ કાથરોટીયા, હિતેશ ઉર્ફે હિરેન દિનેશભાઇ કાથરોટીયા, યોગેશ ચંદુભાઇ ભુત, પરસોતમ બાવનજીભાઇ ભડાણીયા, દિનેશ બટૂકભાઇ સોલંકી તથા જગદીશ ધરમશીભાઇ ચનીયારા રે. તમામ બરડીયાને રોકડા રૂ. ૩૪૪૩૦ અને છ મોબાઇલ મળી કુલ રૂ. ૪૩૪૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

આઠમા દરોડોમાં જામકંડોરણાના નાની દૂધીવદર ગામે દિનેશ પરસોતમભાઇ રામોલીયાની વાડી પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પો. કો. ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા દિનેશ રામોલીયા, હરસુખ હંસરાજભાઇ રામોલીયા, વિજયચંદ્ર ઉર્ફે વિનો ઠાકરશભાઇ કોયાણી, મનસુખ દેવાભાઇ મકવાણા, સંજય હંસરાજભાઇ રાખોલીયા, શૈલેષ બાબુભાઇ રાખોલીયા તથા રમેશ ચકુભાઇ રામોલીયા રે. તમામ નાની દૂધીવદરને રોકડા રૂ. ૧૧૮૧૦, મોબાઇલ નંગ ૬ તથા બાઇક મળી કુલ ૬૩૯૧૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. આ રેઇડ દરમ્યિાન રસીક પ્રેમજીભાઇ રામોલીયા નામનો શખ્સ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.  

(11:53 am IST)