Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મોરબી જન્મથી બહેરા-મૂંગા બાળકો માટે ૧૨ સપ્ટેમ્બરે સારવાર, નિદાન કેમ્પ.

૧ થી 6 વર્ષના બાળકો માટે વિશેષ કેમ્પમાં બાળકનો જન્મનો દાખલો વોટ્સએપ ઉપર ફરજીયાત મોકલવાનો રહેશે

 મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા આગામી તા.12 સપ્ટેમ્બરને રવિવારના રોજ જન્મથી બહેરા મૂંગા બાળકો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં તપાસ માટે આવતા પહેલા બાળકના જન્મનું પ્રમાણપત્ર વોટ્સએપ ઉપર મોકલવાનું રહેશે અને કંફર્મ થયા બાદ જ કેમ્પમાં આવવાનું રહેશે.
આ નિદાન સારવાર કેમ્પમાં બાળકોના વાલીને રૂપિયા ૧૦ થી ૧૨ લાખના ખર્ચે થતા ઓપરેશન વિનામૂલ્યે કરાવી શકાય તે અંગે માર્ગ દર્શન આપવામાં આવશે. કેમ્પમાં શિવમ હોસ્પિટલના ડો.પ્રેયસ પંડ્યા ખાસ સેવા આપશે. એકથી છ વર્ષના બાળકો માટેના આ ખાસ કેમ્પમાં તપાસમાં આવતા પહેલા બાળકના જન્મપ્રમાણપત્રને વોટ્સએપ નંબર 84608 43715 ઉપર હિતેષભાઇ તેમજ 80002 40902 ઉપર મોકલવાનું રહેશે અને કંફર્મ મેસેજ આવ્યા બાદ જ તપાસ માટે કેમ્પમાં આવવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે

(11:36 pm IST)