Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મોરબીના વિદ્યુતનગર સોસાયટીના કોર્નર પર ગેરકાયદેસર દબાણ દુર કરાયું

પાલિકા ટીમે પોલીસને સાથે રાખીને ૧૬ દુકાનો અને ૨ મકાનનું દબાણ દુર કર્યું

મોરબીના વિદ્યુતનગર સોસાયટીના કોર્નર પર થયેલ દબાણ પાલિકા અને પોલીસને ટીમે દુર કર્યા હતા અને અગામી દિવસોમાં હજુ પણ દબાણો દુર કરવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું

મળતી માહિતી મુજબ મોરબીના વિદ્યુતનગર સોસાયટીના કોર્નર પર ૧૬ દુકાનો અને બે મકાનો ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યા હોવાની રજૂઆત સોસાયટીના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાને કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને આજે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતની ટીમે પોલીસને સાથે રાખીને ૧૬ દુકાનો અને ૨ મકાનનું દબાણ દુર કર્યું છે અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજુ પણ દબાણો દુર થશે.

(10:53 pm IST)