Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મોરબીમાં મટકીફોડની મંજુર નહિ મળતા હિન્દુવાદી સંગઠનો નારાજ : બેનરો લગાવી રોષ ઠાલવ્યો: મટકીફોડ નહિ તો વોટ નહિ ના બેનરો લાગ્યા

મોરબી : રાજ્યમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે મટકીફોડ માટે મંજુરી આપવામાં આવી નથી જે અંગે સરકારના નિર્ણય અને તંત્રના જાહેરનામાંને પગલે હિન્દુવાદી સંગઠનોમાં રોષ ભભૂક્યો છે અને શહેરના મુખ્ય વિસ્તારોમાં બેનરો લગાવી રોષ ઠાલવ્યો છે
સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બેનરો લગાવ્યા છે જેમાં આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળી સકતી હોય તો આશીર્વાદ આપવાવાળાની કેમ ના નીકળી સકે અને મટકી ફોડ-ગણેશ ઉત્સવ ઉજવણી નહિ તો વોટ પણ નહિ તેવા બેનરો લગાવી રોષ ઠાલવ્યો છે
તો સોશ્યલ મીડિયામાં પણ કૃષ્ણ જન્મ ઉત્સવને પાબંદી અને રાજકીય મેળાવડાને મંજુરી મટકી ફોડ નહિ તો મત પણ નહિ હયાત સરકાર મામા કંસથી અન વધારે…. તેવા મેસેજો વહેતા કરવામાં આવ્યા છે અને કાર્યકરો રોષ ઠાલવી રહ્યા છે તેમ પણ સુત્રો જણાવી રહ્યા છે.

(10:39 pm IST)