Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌહત્યા સંપૂર્ણ બંધ કરવા માંગ :

 

મોરબી :ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને સમગ્ર દેશમાં ગૌહત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે સંસ્થા દ્વારા આજે જીલ્લા કલેકટર મારફત દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને ઉદેશીને આવેદન પાઠવવામાં આવ્યું છે
  એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા તમામ આવેદન પાઠવી જણાવ્યું છે કે ૧૦૦ કરોડ હિન્દુઓની માતા સમાન ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે અને ગૌહત્યા સંપૂર્ણ બંધ કરાય તેમજ ગૌ આધારિત ખેતી અને ગૌવિકાસ પર સરકાર વિશેષ ધ્યાન આપે હાલ ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ છતાં રોજ સૈકડો ગાયોની હત્યા કરાયા છે સંસ્થાના યુવાનોએ ગૌમાતા ભરેલ અનેક વાહનો ઝડપી લીધા છે કતલખાને ધકેલાતા ગૌમાતાને પર્તીદીન બચાવવાની ફરજ પડે છે તો સરકારી કાયદો શું કરે છે ? ૧૦૦ કરોડ હિન્દુઓની આસ્થા ગાય માતા સાથે જોડાયેલ છે ગાયની કતલ કરાય તે હિંદુ સમાજ સાથે અન્યાય બરાબર છે જેથી ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌહત્યા સંપૂર્ણ બંધ કરવા યોગ્ય પગલા ભરવા માંગ કરી છે

(7:06 pm IST)