Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

જામનગરમાં પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલા બાચકાની આડમાંથી ૭.૫૦ લાખનો દારૂ - બિયર જપ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૮ : પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સપેકટર કે.જે. ભોયે તથા સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. કિશોરભાઇ પરમાર તથા પો.હેડ કોન્સ. શોભરાજસિહ જાડેજા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા ફૈજલભાઇ ચાવડાને ચોકકસ સયુંકત બાતમી રાહે હકીકત મળેલ કે એક ટ્રક રજી. નં. જીજે-૧૦-ટી.વી.-૮૦૩૦માં અમુક ઇસમો ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો લઇને ગુલાબનગર જુના જકાતનાકા પાસેથી પસાર થનાર છે જે હકીકત આધારે વોચ ગોઠવી આરોપીઓ (૧) ધર્મેશ ઉર્ફે ધમો દિલીપભાઇ ગોહિલ ઉ.વ.૩૧ ધંધો ડ્રાઇવીંગ રહે. નવાગામ ઘેડ, મધુવન સોસાયટી નદીના છેડે, મેલડી માતાના મંદિર પાસે, જામનગર (૨) ઇમરાન ઇકબાલ શેખ ઉ.વ.૩પ ધંધો રી.ડ્રા. રહે. કિશાન ચોક, મોદીનો વાડો, સુર્યવંશી ચોક, જામનગર વાળાઓ ઉપરોકત હકીકત વાળલ ટ્રક લઇ નીકળતા તે ટ્રકમાં પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલ બાચકાઓની પાછળ ભારતીય બનાવટના વિદશી દારૂની બોટલો ભરેલ બોટલો જેમાં ૧૧૬૪ કિં.રૂ. ૫,૮૨,૦૦૦ તથા વ્હીસ્કી બોટલો નંગ ૩૩૬ કિં.રૂ. ૧,૬૮,૦૦૦ તથા ટ્રક રૂ. ૧૦,૦૦,૦૦૦ તથા દારૂ છુપાવવામાં ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલ બાચકા બીલ્ટી મુજબના કિં. ૨૦,૦૯,૩૭૫ તથા મોબાઇલ નંગ ૨ કિં.રૂ. ૪૦૦૦ ગણી કુલ કિં.રૂ. ૩૭,૬૩,૩૭૫ના મુદ્દામાલ સાથે પકડી  પાડેલ છે.

આ દારૂ ફૈજલ અબ્દુલભાઇ આમરોણીયા રહે. ગુલાબનગર જામનગર વાળાએ મામા રહે. દમણ વાળા પાસેથી ભરાવી આપેલ હોય અને દીગુભા જાડેજા રહે. ખંભાળીયા તથા રમીઝ મામદ ગોરી રહે. વાઘેરવાડો તથા સબલો ગજીયા (વાઘેર) રહે. વાઘેરવાડો, આશાપુરા મંદિર પાસે, જામનગર વાળાઓએ મંગાવેલ હોય જે તમામ ઇસમો વિરૂધ્ધ ધોરણસર થવા પો.સબ ઇન્સ. યશપાલસિહ રાણા એ ફરિયાદ આપેલ છે અને પો.ઇન્સ કે.જે.ભોયે સાહેબ એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમા પો.ઈન્સ. શ્રી કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા એ.એસ.આઇ. બશીરભાઇ મુંદ્રાક, પો.હેડ કોન્સ. શોભરાજસિહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા તથા રવીન્દ્રસિંહ જાડેજા તથા ફૈઝલભાઇ ચાવડા તથા જગદીશભાઇ મકવાણા તથા પો.કોન્સ શિવભદ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:33 pm IST)