Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વેરાવળમાં ગોપાલ ઈટાલીયા સામે સૂત્રોચ્ચારઃ ગાડીમાં ભાગવુ પડયું

આયોજનપૂર્વક ભાજપના કાર્યકરોએ હુમલો કર્યોઃ સીસીટીવી ફુટેજના આધારે અસામાજિક તત્વો સામે ફરીયાદ કરવા 'આપ'ના પ્રદેશ પ્રમુખની માંગણી બાદ બન્ને વચ્ચે પોલીસ સ્ટેશનમાં સમાધાન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૨૮ :. ધાર્મિક બાબતો મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ કરીને અયોગ્ય વાતો રજૂ કરતા તેની સામે ધાર્મિક સંગઠનો દ્વારા રોષ ફેલાયો છે ત્યારે આજે ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી સોમનાથ મહાદેવના દર્શને આવતા તેમની સામે હર હર મહાદેવ...ના નાદ સાથે સૂત્રોચ્ચાર કરતા તેમને દર્શન કરીને પરત ભાગવુ પડયુ હતું તેમ ધાર્મિક સંગઠનના નેતાએ જણાવ્યુ હતું. 

આમ આદમી પાર્ટીના અઘ્યક્ષ ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી સોમનાથ દર્શનાર્થેઆવી પહોચેલ હતા ત્યારે દર્શન કરી બહારનિકળતામહીલાઓએ હોહા કરતા દેકારો બોલી ગયેલ હતો જેથી આમઆદમી ના અઘ્યક્ષ સહીત તમામ પોલીસ ચોકી ગયેલ હતા ત્યાં ગોપાલ ઈટાલીયા એ જણાવેલ હતું કે વોર્ડ નં.૭ ના ભાજપ ના મહીલા નગરસેવીકાના પતિએ  ઉશ્કેરી દેકારો કરાવેલ છે. ભુતકાળમાં જે બનાવ બનેલ હોય ત્યારે કેમ કોઈ વિરોધ થયો નહી ચુંટણી આવે ત્યારે જ તોફાન કરાવવા માંગે છે ભાજપના અસામાજીક તત્વો બેફામ થયા છે.

ભુતકાળ માં કોઈપણ વીડીયો વાઈરલ થયેલ હોય તેનાથી કેાઈની લાગણી દુભાણી હોય તો હું જાહેરમાં માફી માંગું છું તેમ જણાવેલ હતું સાથે જણાવેલ હતું કે પ્રભાસપાટણ પી.આઈએ અમારી ઉપર ગુનો દાખલ કરવાનું કહયું છે ફકત અમને ગાળો દેવાથી કે ફરીયાદ લખાવવાથી ગુજરાતનો વિકાસ નહી થાય.

સ્થાનીક જગમાલભાઈ વાળા સહીતના આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ હતા.  ગોપાલ ઈટાલીયા આવવાના હતા તે પહેલા પ્રભાસપાટણ, સુત્રાપાડા, કોડીનાર તેની સામે અરજી પણ દાખલ કરાયેલ હતી હાલ અત્યારે

પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન માં બન્ને પક્ષો સામા સામા આક્ષેપ બાજી કરી રહેલ છે પોલીસ અધિકારીઓ પહોચી ગયેલ હતા અને બન્ને પક્ષોને સાંભળ્યા હતા ત્યાર બાદ બન્ને પક્ષો વચ્ચે પોલીસ અધિકારીની હાજરીમાં સમાધાન થયુ હતુ અને યાત્રા શરૂ કરવામાં આવી છે.(૨-૧૫)

'આપ'ની જનસંવેદના યાત્રાનો પ્રારંભઃ ઈશુદાન ગઢવી વડોદરા ડોડીયા પહોંચી ગયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૨૮ :. આજે સવારથી આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના યાત્રાનો પ્રારંભ કરવામાં આવે તે પહેલા ગોપાલ ઈટાલીયા સામે વિરોધ-વંટોળ શરૂ થતા ગોપાલ ઈટાલીયા અને હિન્દુ ધર્મના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ત્યાર બાદ બન્ને વચ્ચે સમાધાન થઈ ગયુ હતુ અને આ યાત્રા શરૂ થઈ હતી.

આમ આદમી પાર્ટીના અગ્રણી ઈસુદાન ગઢવી સોમનાથથી વડોદરા ડોડીયા ગામ પહોંચી ગયા હતા અને આ યાત્રા સાંજે કોડીનાર પંથકમાં તેમજ આવતીકાલે તાલાળા ગીર પંથકમાં પરિભ્રમણ કરશે.

(1:15 pm IST)