Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

જુનાગઢના ટાટા શો રૂમમાંથી કાર ચોરીની કોશિષ અંગે કિશોર-કિશોરી ઝડપાયા

જુનાગઢ તા. ર૮ :.. ટાટા શો રૂમના મેનેજર સારગભાઇ જસમંતભાઇ કાપડીયા પટેલ દ્વારા બી ડીવીઝન પો. સ્ટે. ખાતે ફરીયાદ લખાવેલ કે ટાટા શોરૂમના ફોર વ્હિલ કારના સ્ટોક યાર્ડ પડેલ ફોર વ્હીલ  કારના સ્ટોક યાર્ડ પડેલ ફોર વ્હીલ કારની અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરી રૂ. ૩ હજારની નુકશાની કરેલ છે. જે બાબતે બી ડીવી. પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦ર૪ર૧૧ર૩૬/ર૧ ઇ. પી. કો. ક. ૩૮૦, પ૧૧ થી ફરીયાદ રજી. થયેલ. જે ગુન્હો ડીટેકટ કરવા ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢની ટીમ પ્રયત્નશીલ રહી ટાટા શો-રૂમના કેમેરા ચેક કરતા એક સ્ત્રી તથા એક પુરૂષ ચોરીની કોશીષ કરતા જોવામાં આવેલ તેમજ અન્ય કેમેરા ચેક કરતા કુલ ત્રણ ઇસમો મો. સા. લઇ આવેલ હોય જે બાબતે ક્રાઇમ બ્રાન્ચના  પો. હે. કો. વિક્રમભાઇ ચાવડા તથા પો. કોન્સ. સાહિલ સમાને હકિકત મળેલ કે, આ ટાટા શો-રૂમના સ્ટોક યાર્ડમાંથી કારની ચોરીનો પ્રયાસ કરનાર સ્ત્રી તથા પુરૂષ સાબલપુર નજીક ઉભેલ હોય જેથી તુરંત જ ત્યાં પહોંચી તે બન્ને મો. સા. સાથે મળી આવતા આ ગુન્હાના કામે પુછપરછ અર્થે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી મજકુર બન્ને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર-કિશોરીની પુછપરછ કરતા બન્નેએ જણાવેલ કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા કિશોરી તથા તેનો મિત્ર ત્રણેય જણા જૂનાગઢ ખાતે આવેલ અને જુનાગઢ-જેતપુર રોડ ઉપર આવેલ ટાટા શો-રૂમ પાસે આવતા શો-રૂમ બહાર પડેલ ગાડીઓ ચોરવાનું નકકી કરેલ અને ગાડી ચોરાઇ જાય તો તેને વ્હેંચી તેના ભાગ પાડી લેવાનું નકકી કરેલ અને મોડી રાતના ટાટા શો-રૂમના આગળના ભાગે પડેલ બે ગાડીઓના દરવાજા ખોલી ચાલુ કરવાની ટ્રાય કરતા એક પણ ગાડી ચાલુ થયેલ ન હતી અને ત્યાંથી નીકળી જેતપુર રહેલ હતાં. જેથી મજકુર બન્ને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા કિશોરીને હસ્તગત કરી નોટીસ આપી તેના વાલી વારસને સોંપી આપેલ છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. શ્રી ડી. એમ. જલુ તથા એચ. એસ. આઇ. વિજયભાઇ બડવા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, શબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ, કરમટા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા, મયુરભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:58 pm IST)