Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

જામનગરના લાખોટા તળાવની ભાજપ અને SSB દ્વારા સફાઇ

જામનગર : ભારતીય જનતા પાર્ટી અને એસએસબી દ્વારા કોરોનાની ત્રીજી લહેર સામે લડવાના ભાગરૂપે લાખોટા સફાઈ અભિયાનનું આયોજન કરવાં આવ્યું હતું જેમાં ભાજપના હોદેદારો, કોર્પોરેટરો અને એસએસબીના જવાનો દ્વારા ૨૫૭૦ કિલો કચરો બહાર કાઢીને લાખોટા ની સફાઈ કરવાં આવી હતી. પાલિકાના સહયોગથી પ્રદેશ ભાજપ ના સૂચન મુજબ 'સેવા એ સંગઠન' અંતર્ગત લાખોટા તળાવ ભાગ – ૨ માં પ્લાસ્ટિક અને કચરાની સફાઈ અભિયાન હાથ ધરવામાં વી હતી લાખોટા તળાવ ભાગ – ૨ માં અંદર ના ભાગે જમા થયેલો કચરો અને ગંદકી ભાજપ ના હોદેદારો આગેવાનો કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તેમજ એસએસબીના જવાનો દ્વારા સદ્યન મહેનત કરી સાફ સફાઈ કરવાં આવી હતી ઉપરાંત હાલ આવનાર દિવસો માં વરસાદ ની સિઝન હોય અને તળાવ માં વરસાદ ના નવા પાણી સાથે કચરો અને ગંદકી ભળીના જાય શહેરીજનોના આરોગ્ય ની સુખાકારી ને ધ્યાને રાખી તળાવ નું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ તકે ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મેયર બિનાબેન કોઠારી, ભાજપ ના આગેવાનો હોદેદારો કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તેમજ એસએસબી ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ૨૫૭૦ કિલો કચરો તળાવમાંથી બહાર કાઢી કે બાદ ડમ્પીંગ સાઈટ ઉપર નિકાલ કરાયો હતો. (તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(12:55 pm IST)