Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

માણાવદરનાં ભાલેચડાનાં મહંતના મોતના કારણ માટે તપાસનો ધમધમાટ : પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

ચારથી પાંચ દિવસ પહેલા મોત થયાનું તારણ : સદારામબાપુના મોતથી ભાવિકોમાં શોક

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ર૮ :  નજીકના ભાલેચડા ગામ પાસે પ્રાચીન એવા બાલા હનુમાન મંદિર આવેલ છે. જેમાં મહંત તરીકે રહેલા નવયુવાન સદારામબાપુની વિકૃત લાશ મંીદર નજીકના ડેમ પાસેથી મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો મીલનસાર સ્વભાવ ધરાવતા ત્થા અનેક દુઃખ દર્દ દૂર કરવા આયુર્વેદિક દવા-દુવા કરતા પશુ-પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ ભાવ ધરાવતા ગીર ગાયો, ગૌશાળા બનાવી છે. પક્ષીઓને પણ સારી રીતે સાચવવા વ્યવસ્થા કરી હતી. તેવા સેવભાવી પશુ પ્રેમી એવા મહંતની અચાનક જ વિકૃત-ક્ષત-વિક્ષત લાશ મળતા ખળભળાટ મચાવી દીધો છે. આ મર્ડર કે અન્ય કાંઇ ? તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.

પીએસઆઇ શ્રી સગારકા એ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગત સોમવારથી મહંત ગુમ હતા ભકતોનું કહેવું છે કે બહાર જતા ત્યારે કાંઇ જણાવતા નહી મહંતની ડેડબોડી મંદિરથી થોડે દૂર મળી છે મહંતને કોઇ સાથે વાંધા-વચકો કે દુશ્મની નહોતી હાલ પ્રાથમિક તપાસ તમામ દિશાઓ માં હાથ ધરી છે. ૪ થી પ દિવસથી મૃત્યુ થયાનું અનુમાન છે ખુલ્લી જગ્યામાં ડેડબોડી પડેલ હોય જેથી જનાવરો કે કુતરાઓ એ ક્ષત-વિક્ષત કર્યાનું જણાયેલ છે. આંખો નથી કદચ જનાવરોએ કાઢી નાખી ખાય ગયા હોય હાલ ડેડ બોડીનું પી.એમ. કરવા જામનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે. પીએમ રીપોર્ટ આવ્યે ખબર પડશે. સાચુ શું ?

(12:00 pm IST)