Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પોરબંદર જીલ્લામાં ટ્રાફીક નિયમ ભંગ કરનારા સામે દંડકીય કાર્યવાહીઃ પોણા લાખની દંડ વસુલી

પોરબંદર, તા., ૨૮: જીલ્લામાં ટ્રાફીક નિયમ ભંગ કરનારા સામે પોલીસ દંડકીય કાર્યવાહી કરીને કુલ પોણા લાખની દંડ વસુલી કરી છે.

જીલ્લામાં ટ્રાફીક નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેમજ નાગરીકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે હેતુથી પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈનીનાઓની સુચના મુજબ ટ્રાફીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમાં પોરબંદર જીલ્લાના સ્ટેશનના અધિકારી શ્રી -કર્મચારીઓ દ્વારા સઘન વાહન ચેકીંગ કરવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન પોરબંદર પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ કુલ પાવતી ૧૩૮, દંડ ૬૧,૮૦૦ રૂ. તથા વાહન ડિટેઇન ૭ તથા માસ્કની પાવતી ૧૦, દંડ રૂ. ૧૦૦૦ કલમ ૧૮પ, ૧૯ર(ર) મુજબ કેશ ર કુલ પાવતી ૧૪૮, દંડ રૂ. ૭૧,૮૦૦ વસુલ કરવામાં આવેલ છે.

પોલીસ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે મૈત્રીભર્યુ વાતાવરણ જાળવાઇ રહે અને લોકોમાં ટ્રાફીકના નિયમન અંગે જાગૃતતા આવે તે હેતુથી લોકોમાં ટ્રાફીકના નિયમોની જાણકારી પણ આપવામાં આવેલ છે.

(12:03 pm IST)