Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કલ્યાણપુરના દુધિયા ગામેથી ખૂંખાર દિપડો પાંજરામાં કેદ

રાત્રીના સમયે કુવામાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડાતા લોકોને હાશકારો

(કૌશલ સવજાણી - મુકુંદ બદિયાણી દ્વારા) ખંભાળીયા - જામનગર તા. ૨૮ : કલ્યાણપુરના દુધિયા ગામે ખૂંખાર દીપડો પકડાયો છે. મોડી રાત્રીના રેસ્કયુ કરીને વન વિભાગે સલામત સ્થળે ખસેડેલ છે.

ગઈકાલે દુધિયા ગામ (સાની ડેમ પાસે)ની વાડીમાં દીપડો આવ્યો હોવાની બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એમ.મકરાણી અને કલ્યાણપુર નોર્મલ રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવેલ તથા લોકલ સ્ટાફમાં ગોગન માડમ, લાગરિયાભાઈ, કિશનભાઈ તેમજ વનપાલ ભીમભાઈ વિકમા, કિશન જાની, હરિભાઈ રાઠોડ -મરિન સ્ટાફ તેમજ પોરબંદર વાઈલ્ડ લાઈફ રેન્જના વનપાલ ચૌહાણભાઈ વેટરનરી ડોકટરની ટીમ દ્વારા ઘટના સ્થળ પર રાત્રીનો સમય હોઈ અને કૂવામાં દીપડો પાણીમાં હોવા છતાં પાંજરૂ મૂકીને નેટ અને રસ્સાની મદદથી વન્યજીવ દીપડો નર-૧(ઉમર આશરે ૧૦ વર્ષ)નું કુવામાંથી સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ઘતિથી રાત્રે ૧.૩૦ વાગ્યે રેસ્કયુ કરીને તેને પ્રાથમિક તપાસ બાદ સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. આ રેસ્કયુમાં દુધિયા ગામના સરપંચ, વાડી માલિક ધ્રાંગુભાઈ તથા કલ્યાણપુર ગણેશગઢની જીવદયા ટીમે સહયોગ આપીને આ રેસ્કયુને સફળ બનાવ્યું હતું. આરએફઓ એસ.એમ.મકરાણી અને ટીમ તથા ભાટીયા નોર્મલ રેન્જ જોડાઇ હતી.

(11:05 am IST)