Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

માળિયાના નવલખી પોર્ટ પર કોલસો ચોરીની કોશિશ, ધમકી આપનાર ચાર આરોપી ઝડપાયા

માળિયાના નવલખી પોર્ટ પર ચાર ઇસમોએ કોલસો ચોરી કરવાની કોશિશ કરીને ગાળો આપી ફડાકા ઝીંકીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે બનાવને પગલે પોલીસે ચાર આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ છતીસગઢના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર રહેતા અજયભાઈ જયસ્વાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રામદેવસિંહ સુરૂભા ઝાલા (રહે મોટા દહીંસરા) એ પોતાની ગાડી જીજે ૦૩ બીટી ૭૧૮૩ ડ્રાઈવર સાથે મોકલી કોઈપણ જાતની કોલસા લોડીંગ સ્લીપ નહિ મેળવી ડ્રાઈવરને નવલખી પોર્ટમાં કોલસો ભરવા મોકલી કંપનીનો નવલખી પોર્ટના પ્લોટ ૩ માં રાખેલ કોલસો પોતાની ગાડીમાં સુનીલ જોશીના કહેવાથી આરોપી જાકુબ ઇશાક નાગીયા ભરી દઈને કંપનીનો કોલસો ચોરી કરવાની કોશિશ કરી હતી અને વિરમભાઇને ગાળો આપી હોય ગાળો આપવાની ના કહેતા બે ફડાકા ઝીંકી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
જે બનાવ અંગે માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા હોય આરોપી શક્તિસિંહ ઉર્ફે રામદેવસિંહ સુરૂભા ઝાલા, જાકુબ ઇશાક જંગીયા, સુનીલ રાજુભાઈ જોશી અને વિજય ઉર્ફે ચકો મગનભાઈ કાનાણી એમ ચાર આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:10 pm IST)