Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મચ્છુ ૨ માઈનરમાં ખેતર પાણીથી ભરાઈ જવાની સમસ્યાના નિવારણની માંગ

નારણકા ગ્રામ પંચાયતના સરપંચ ભગવતીબેન રમેશભાઈ મેરજાએ મચ્છુ ૨ સિંચાઈ પેટા વિભાગ મોરબીના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી

મોરબીના મચ્છુ ૨ ની માઈનર ૪ (ડી-૨) માં ખેતર પાણીથી ભરાઈ જવાની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ સાથે નારણકા ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી છે
નારણકા ગ્રામ પંચાયતના સરપંચ ભગવતીબેન રમેશભાઈ મેરજાએ મચ્છુ ૨ સિંચાઈ પેટા વિભાગ મોરબીના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે મચ્છુ ૨ સિંચાઈ યોજનાની ડી ૨ ની ૪ નંબરની માઈનર નારણકા ગામના સિમાડામાંથી પસાર થાય ચેહ જે માઈનરના છેવાડેથી સિંચાઈ દરમિયાન વધારાનું પાણી ખેવાલીયા-દેરાળા (ગાડામાર્ગ) માં પાણી નીકળે છે વધારાનું પાણી નારણકા ગામના અંદાજે ૫ નીચાણવાળા ખેતરોમાં ભરાઈ જવાથી પાક નિષ્ફળ જાય છે ખેતરોમાં પાણી ભરાયેલ રહેવાથી વાવણી થઇ સકતી નથી છેલ્લી ત્રણ સિંચાઈ સિઝનથી આપની કચેરીને ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી
નુકશાની ભોગવતા ખેડૂતોના જણાવ્યા અનુસાર માઈનર ૪ માંથી આવતા વધારાના પાણીને ૭૦૦ મીટર લંબાઈમાં અન્ડરગ્રાઉન્ડ મોટા પાઈપ પાથરી દેવાથી પાણીનો સલામત નિકાલ થઇ સકે છે માઈનર ૪ ના છેવાડેથી બોડા હનુમાન તળાવ સુધી પાઈપ પાથરીને પાણીને સલામત નિકાલ આપી સકાય છે જેથી સમસ્યાને ટોપ પ્રાયોરીટી આપીને નિરાકરણ લાવવા માંગ કરી છે

(10:08 pm IST)