Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મોરબી નજીક કોલસો ભરેલી ટ્રક નીચે બે રીક્ષા દબાઈ જતા એકનું મોત, ત્રણને ઈજા

ત્રણ ઈજાગ્રસ્ત પૈકી એકને રાજકોટ રીફર કરાયો

મોરબી પંથકમાં કોલસો ભરેલા ટ્રક માતેલા સાંઢની જેમ દોડતા હોય અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે જેમાં આજે મોરબી નજીક હાઈવે પર કોલસો ભરેલા ટ્રક પલટી જતા બે રીક્ષા નીચે દબાઈ ગઈ હતી જે અકસ્માતમાં એકનું મોત થયું હતું તો મુસાફરો સહીત ત્રણને ઈજા પહોંચી હતી
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક અને બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કોલસો ભરેલા ટ્રક-ડમ્પર કાબુ ગુમાવતા પલટી ગયું હતું જેથી બે રીક્ષા દબાઈ જવા પામી હતી જે અકસ્માતની જાણ થતા ૧૦૮ ટીમ દોડી ગઈ હતી અને કોલસાના ડમ્પર નીચે દટાયેલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જે અકસ્માતમાં રીક્ષાચાલક સુલતાનશા સમજુશા દીવાન (ઉ.વ.૪૫) રહે કાંતિનગર વાળાનું મોત થયું હતું તો અન્ય રિક્ષાચાલક હિતેશ શાંતિલાલ રાવળ તેમજ રીક્ષામાં સવાર બે શ્રમિક મુસાફરો ચંદનસિંહ અને નવીનસિંહને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા છે
બનાવને પગલે બી ડીવીઝન પોલીસના ફિરોઝભાઈ સુમરાની ટીમ દોડી ગઈ હતી અને બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે તો માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ટ્રકે વધુ એક અકસ્માત સર્જ્યો છે જેથી લોકોમાં રોષ ભભૂક્યો છે

(9:58 pm IST)