Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

વિસાવદર મામલતદાર કચેરીમાં સીસીટીવી કેમેરા કેમ બંધ રખાય છે..? ટીમ ગબ્બરનો વેધક સવાલ

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૮ : વિસાવદર ટીમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ સબંધકર્તાઓને લેખિત રજુઆતમા જણાવેલ છે કે,હાલ ગુજરાતમાં સુપ્રીમ કોર્ટેના આદેશ અનુસાર તમામ સરકારી કચેરીમાં અને જાહેર સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત કરેલ છે અને તમામ સરકારી કચેરીઓમાં જાહેર સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે ત્યારે વિસાવદર મામલતદાર કચેરીના સ્ટાફ રૃમમાં તેનું ચોવીસ કલાક રેર્કોડિંગ થાય તેવી વ્યવસ્થા કરવા કેમેરા લગાવેલ છે પણ જાણી જોઈને તેમની પિન કાઢેલી હોય તે રીતે નીચે લટકતી હોય તેમ દેખાઈ રહ્યુ છે તેવો આક્ષેપ ટીમ ગબ્બરે કર્યો છે.

ટીમ ગબ્બરે વધુમા એમ પણ જણાવ્યુ છે કે, સીસીટીવી કેમેરાની પિન ચાલુ કરવામાં આવતી હોય તેવું દેખાતું નથી તેથી અરજદાર ક્યારે આવ્યા..? અરજદાર પાસેથી ક્યાં કામની શુ ફી લેવામાં આવેલ, કેટલી ફી લેવામાં આવેલ, કેટલી રકમની પહોંચ આપવામાં આવેલ..? તેના કોઈ પુરાવા સીસીટીવી રેકોર્ડ કરવામાં આવતા ન હોય, ત્વરિત તપાસ કરી જરૃરી કાર્યવાહી કરવા એડવોકેટ નયનભાઈ જોશીએ માંગ કરી છે.

(1:22 pm IST)