Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

અમરેલીનાં જેઠીયાવદરમાં યુવક સાથે લગ્નકરાર કરાવીને ૧.૭૦ લાખની છેતરપીંડી

બગસરાનાં કિશોર હડીયલ, મહમદપુરની સંગીતા ચાવડા સામે કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૮: બગસરાના જેઠીયાવદરમાં પરેશભાઇ અરજણભાઇ ઢોલરીયા ઉ.વ. ૩૪ને આજથી આશરે છએક મહિના પહેલા તા. ર૬-૯-ર૩ થી ૧૬-૧૦-ર૩ દરમિયાન કોઇપણ સમયે જેઠીયાવદર, બગસરા અને ભરૂચ મુકામે કિશોરભાઇ હડીયલ રહે. બગસરાવાળાએ ભરૂચ તાલુકાના મહમદપુર ગામની સંગીતાબેન વિષ્‍ણુભાઇ ચાવડા સાથે લગ્ન કરાર કરાવી રૂા. ૧,૭૦,૦૦૦નો વિશ્‍વાસઘાત કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઇ. ડી. ડી. ડાંગર ચલાવી રહ્યા છે.

બાબરામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ

બાબરામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતી ક્રિષ્‍નાબેન ઉર્ફે કિલુબેન જીતુભાઇ ઝંઝવાડીયા, સવીતાબેન ધીરૂભાઇ પીલુકીયા, શારદાબેન ગોવિંદભાઇ કડેવાડ, ભારતીબેન શાંતિભાઇ કડેવાડ, ભારતીબેન નરશેભાઇ રાઠોડને પો. કોન્‍સ. છત્રપાલસિંહ ગોહિલે રોકડ રૂપિયા ૧ર,૧૭૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

મોરંગીમાં સગીરાને ભગાડી

રાજુલાના મોરંગી ગામે રહેતી સગીરાને ચાંચ ગામના સંજય કાંતિભાઇ ગુજરીયા લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે વાલીપણામાંથી અપહરણ કરી ગયાની સગીરાના પિતાએ ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:03 pm IST)