Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પોરબંદરના સમય ગ્રુપ દ્વારા હોળી - ધૂળેટી પર્વમાં મનો દિવ્‍યાંગોને ભરપેટ ભોજન કરાવ્‍યું

પોરબંદર તા. ર૮: હોળી અને ધુળેટી ઉત્‍સવ પર્વ પર સેવાભાવી સમય ગ્રુપ દ્વારા મનો દિવ્‍યાંગોને બાલ દાઢી કરી અને સ્‍નાન કરાવી નવા કપડા પહેરાવી અને તેમને પાઉંભાજીનું મસ્‍ત ભોજન પણ કરવામાં આવ્‍યું હતું.

સમય ગ્રુપ દ્વારા અનેક વિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ત્‍યારે તહેવારો દરમિયાન ફૂટપાથ પર રહેતા મનો દિવ્‍યાંગોના માટે થઇને આ યુવાનો દ્વારા વિશિષ્‍ટ પ્રકારની મપ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી જેમાં તેઓને બાલ દાઢી કરી સ્‍નાન કરાવ્‍યા બાદ નવા કપડાં પહેરાવીને એટીકેટ તૈયાર કરવામાં આવ્‍યા હતા. તેમને ભાવતા ભોજનીયા પણ જમાડયા હતા.

ફૂટપાથ પર રહેતા મનો દિવ્‍યાંગોને શોધી શોધીને તેઓને બાલ દાઢી કરી સ્‍નાન કરાવીને નવા કપડાં અને ચંપલ પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવ્‍યા ત્‍યારબાદ તમામને પાઉંભાજી મસ્‍ત ભોજન સાથે છાશ અને પાણીની બોટલ પીવડાવીને અને દક્ષિણા પણ આપવામાં આવી હતી માનવતાનો સંદેશો આપ્‍યો હતો.

(11:43 am IST)