Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ધોરાજી રેવન્‍યુ બાર એસોસીએશનના પ્રમુખપદે જીજ્ઞેશ ટીલાળા, ઉપપ્રમુખ સંજય જીવાણી

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૮ :.. ધોરાજી બાર એસોસીએશનની મુદત પુરી થતા બાર એસોસીએશનની મીટીંગ યોજાય અને જેમાં સર્વનું મતે યુવા એડવોકેટ જીજ્ઞેશભાઇ ટીલાળાની વરણી કરાય તેમજ ઉપપ્રમુખ તરીકે સંજયભાઇ જીવાણીની વરણી કરાય હતી આ તકે વિશાળ સંખ્‍યામાં વકીલશ્રીઓ હાજર રહેલ અને પ્રમુખ જીજ્ઞેશ ટીલાળા અને ઉપપ્રમુખ સંજયભાઇ જીવાણીને સન્‍માનીત કરેલ તેમજ ખજાનચી રાજુભાઇ બાલધા, તથા મંત્રી તરીકે ભરતભાઇ કોયાણી તેમજ સભ્‍ય તરીકે મહેશભાઇ પટેલ, ચંદુભાઇ પટેલ, નીલેશભાઇ ભાલોડીયા, ધવલભાઇ સંઘવી, મનહરભાઇ ભાસ્‍કર, ધનજીભાઇ ઠેસીયા અને મહેશભાઇ દેગડા સહિતની સભ્‍યશ્રી તરીકે વરણી કરાય હતી. આ તકે તમામ સભ્‍યો હાજર રહી નવા હોદેદારોને શુભેચ્‍છા પાઠવેલ હતી

(2:37 pm IST)