Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

તળાજા પંથકમા વીજ કરંટ લાગવાથી વધુ એક શ્રમિકનું મોત

બેદરકારીના કારણે મરી રહયા છે ખેડૂતો

ભાવનગર તા.૨૮  :   જિલ્લા નાં અલંગ નજીક ના ભાખલ ગામની વાડીમા ખેત મજૂરી કરતા ગરીપરા ગામના આધેડ નું વીજ કરંટ લાગવાથી મોત નિયોજેલ છે.

તળાજા પંથકમાં વાડીએ કામ કરતા,ખાસ કરીને ઇલેકટ્રીક મોટર શરૂ કરવા જતાં અથવા તો ખુલ્લા વીજ વાયરો માંથી કરંટ લાગતા વારંવાર મોત ના બનાવો બને છે.  આમ જુઓતો આ મોત અકસ્માતે થાય છે પરંતુ તેની પાછળ વાડી માલિક અથવા તો ખેડૂત કે ખેત મજુર ની બેદરકારીજ કારણભૂત છે.ખેતરે ખુલ્લા વીજ પુરવઠો શરૂ હોય તેવા વાયરો રીતસર યમદૂત જ છે તે જાણવા છતાંય તેને સરખા કરવામાં આવતા નથી. ખેત મજૂરો પણ ખુલ્લા વાયરો હોવા છતાંય કામ કરે રાખે છે તેના કારણે અંજામ કરુણ આવે છે. આવીજ એક વધુ ઘટના ની અલંગ પોલીસ પાસે થી મળતી વિગતો મુજબ ગરીપરા ગામના અને હાલ ભાંખલ ગામે મહાવીરસિંહ ગોહિલ ની વાડીમા શ્રમિક તરીકે કામ કરતા ધીરાભાઈ રણછોડભાઈ મકવાણા ઉ.વ.૫૧ ને ઇલેકિટ્રક શોક લાગતા મૃત્યુ થયું હતું.હોસ્પિટલ સૂત્રોએ પગમા વીજ કરંટ લાગ્યો હોવાનું જણાવ્યું હતુ. અલંગ પોલીસે બપોરે બનેલ મૃત્યુ અંગે તળાજા હોસ્પિટલ આવી કેસ કાગળો તૈયાર કરી પી.એમ ની કાર્યવાહી હાથધરી હતી.

આ ઙ્કકારના છાશવારે બનાવો બને છે ત્યારે બે જવાબદાર કોણ તેવો સવાલ થઈ રહ્યો છે.

(11:40 am IST)