Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મોરબી પોલીસવડાની સટ્ટાસટી : ૪ દિવસમાં નંબર પ્લેટ વગર દોડતા ૭૮ હેવી વાહનો કર્યા ડિટેઇન.

 મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ મોરબી ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ઝુંબેશ રંગ લાવી રહી છે. ટ્રાફિક પોલીસે ચાર દિવસમાં આવા ૭૮ કાળમુખા વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા લાંબા સમયથી મોરબી જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ખુબ જ ઉંચુ ગયું છે અને મોટાભાગના અકસ્માતોમાં અકસ્માત સર્જી વાહન ચાલક નાસી જતા હોવાનું અને આવા અકસ્માત સર્જનાર વાહન નંબર પ્લેટ પણ લગાડતા ન હોવાથી કાયદાકીય પ્રક્રિયા સામે સવાલ ખડા થયા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને કડક હાથે કામગીરી કરવા સ્પેશિયલ વાહન ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવા આદેશ કરતા છેલ્લા ચાર દિવસથી નંબર પ્લેટ વગર દોડતા કાળમુખા ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે.
વધુમાં પ્રથમ દિવસે ડમ્પર અને આઇસર સહિતના છ વાહનો ડિટેઈન કરાયા બાદ બીજા દિવસે મોરબી જિલ્લા પોલીસ ટિમ અને ટ્રાફિક શાખા દ્વારા નંબર પ્લેટ વગર દોડતા ટ્રેકટર, ટ્રક, ડમ્પર, આઇવા, આઇસર સહિત કુલ ૩૨ વાહનો ડિટેઇન કરી સંબંધિત પોલીસ મથકમાં કબ્જે સોંપી આપવામાં આવ્યા છે. આ સાથે ત્રીજા દિવસે આવા ૨૪ વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે આજે ત્રીજા દિવસે આવા ૧૬ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે

(11:26 am IST)