Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઉનામાં વધુ ૧.૩૦ લાખની ચોરીઃ લાંબા સમયથી ચોરીનો શીલસીલો : પોલીસ પેટ્રોલીંગ વધારાશે...?

ઉના, તા. ર૭ : શહેર તથા ગ્રામ્ય વિસ્તાર જાણે કે રેઢુપડ હોય તેમ ચોરીના બનાવ વધી રહ્યા છે.

શહેર દેલવાડા રોડ ઉપર ગામની હોસ્પટેલ સામે આવેલ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મહેશગીરી પરશોતમગીરી ગોસાઇ (ઉ.વ.૪૯) જાતે બાવાજી તેમના મકાનને તાળા મારી બહારગામ ગયો હતો અને અઠવાડીયે સવારે પરત આવતા તેમના મકાનના દરવાજાના નકુચા તોડી તસ્કરો પ્રવેશ કરી ઘરમાં રાખેલ પતરાની પેટીમાં તાળુ તોડી તેમાં રાખેલ ૪૦ ગ્રામની સોનાની માળા રૂ. ૪૦ હજાર તથા ૯૦ હજાર રોકડા રૂપિયા મળી રૂ. ૧ લાખ ૩૦ હજારનો મુદામાલની ચોરી થયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ રાજયગુરૂ તથા ડી-સ્ટાફ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી છે.

(12:08 pm IST)