Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વડીયાના દેવગામમાં પરીણીતા પર બે શખ્સોએ કર્યો બળાત્કાર

મોઢાના ભાગે ડુચો બાંધી દુષ્કર્મ આચરી,મારમાર્યો,ધમકી આપી

અમરેલી તા.૨૭: વડીયા તાલુકાના દેવગામમાં પરણીતા ઉપર બે શખ્સોએ બળાત્કાર ગુજારયો હતો અને મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, વડીયા તાલુકાના દેવગામમાં રહેતા સોનલબેન રવજીભાઇ સાગઠીયા વહેલી સવારે પોતાના ઘરેથી દુધ લેવા માટે નિકળયા હતા. જે દરમીયાન જગદીશ પ્રેમજી શેખવા નામનો શખ્સ તથા અન્ય એકે સોનલબેનું બાવડુ પકડી તેને ઘરમાં લઇ જઇ તેના ઉપર દુષ્કર્મ આચરી આ બંને શખ્સોએ બે વખ્ત શારિરીત સંબંધો બાંધ્યા. ત્યારબાદ સોનલબેનને ઢીકાપાટોનો મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ વડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનોં નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

(11:17 am IST)