Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આવતીકાલે વિજયભાઇ મોરબી આવી રહ્યા છે : આજે સાંજે રૂપાલાજી પણ આવશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૭:  મોરબી-માળીયા મિયાણા વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર જોરશોરથી થઇ રહ્યો છે. ત્યારે કાલે સાંજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મોરબીમાં જાહેરસભા યોજાશે.

આ બેઠક ઉપર ભાજપ તરફથી બ્રિજેશ મેરજા ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલે મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંજે ૪-૩૦ વાગ્યે જાહેરસભાને સંબોધન કરશે. આ તકે સભામાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિતના ખાસ હાજરી આપશે.

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજયકક્ષાના મંત્રી પરસોતમભાઇ રૂપાલા આજે મોરબી આવી પહોંચશે અને પીપળીયા ચાર રસ્તા, જેતપુર (મચ્છુ) અને ચિત્રણ ચોક, મોરબી ખાતે આયોજીત જાહેરસભાને સંબોધન કરશે.

કાલે પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમ વખત મોરબી આવી પહોંચ્યા હતા અને મોરબી જીલ્લા ભાજપે તેમનું આદકેરૃં સન્માન કરી આવકાર્યા હતા.  સી.આર.પાટીલે ચૂંટણી લક્ષી માર્ગદર્શન પુરૂ પાડવા આગેવાનો અને ભાજપી કાર્યકરો સાથે વનબાય વન મીટીંગો યોજી હતી.

જીલ્લા પંચાયતની સીટના ઇન્ચાર્જ અને શકિત કેન્દ્રોના સંયોજકો સાથેની બેઠકમાં ચૂંટણી જીતવા માટે રણનીતિ વિશેષ રીતે રજુ કરી તમામ કાર્યકરોને ચૂંટણી જીતવાના કાર્યમાંૈ કામે લાગી જવા જણાવ્યું હતું.

(1:05 pm IST)