Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સોમનાથ મહાદેવ મંદિરે સશસ્ત્ર દળ-જવાનો-અધિકારીઓ દ્વારા શસ્ત્ર પૂજન

 પ્રભાસ પાટણ : દશેરાના પાવન પર્વે પરંપરા રાષ્ટ્રીય સક્ષમતાના ભાગ રૂપે સોમનાથ મહાદેવ મંદિરના દિગ્વીજય દ્વાર ખાતે સોમનાથ મંદિર સુરક્ષામાં કાર્યરત પોલીસ અને સોમનાથ ટ્રસ્ટ સુરક્ષા દળના શસ્ત્રોનું પવિત્ર વેદ - મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોને પૂજન-ચંદન-તિલક-પુષ્પ અને શસ્ત્રોની આરતી સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. સોમનાથ  મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક એમ. ડી. ઉપાધ્યાય અને ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એસ. આર. પી. પી. આઇ. આર. વી. પાંડવ તથા પ્રજાપતિ, પી. એસ. આઇ. પી. વી. સાંખટ સોમનાથ ટ્રસ્ટ એસ્ટેટ અધિકારી સુરૂભા જાડેજા, જીતુપુરીબાપુ  સુરક્ષા અધિકારી ઉમેદસિંહ જાડેજા, બાલાભાઇ શામળા પોલીસ જી. આર. ડી. સહિત સૌએ પૂજનમાં ભાગ લીધો, અને પ-પ૬ ઇન્સાસ રાયફલ, ગ્લોક પીસ્ટોલ ગેસ-ગન, રીવોલ્વર સહિતના શસ્ત્રોની પૂજા કરાઇ હતી. (તસ્વીર - અહેવાલ - મીનાક્ષી ભાસ્કર વૈદ્ય -પ્રભાસ-પાટણ)

(12:01 pm IST)