Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પોલીસ બેડામા શોકનુ મોજુ ફરી વળ્યુ

કોટડાસાંગાણીના માણેકવાડા ગામે ASIનું જનાવરના ડંખથી અવસાન

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી, તા.૨૭: માણેકવાડા ગામે પોલીસ રક્ષણમા ગાર્ડ ડ્યુટી તરીકે ફરજ બજાવતા. ASI ધીરૂભાઇ વાઘેલાને રાત્રીના સમયે ઝેરી જનાવરે ડંખ મારતા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસ બેડામા શોક છવાયો છે.

મવડી પોલીસ હેડ કવાર્ટર રાજકોટ ગ્રામ્યમાં અને તાલુકાના માણેકવાડા ગામે નવેક માસથી મેઘાભાઈ સોંદરવાના પોલીસ રક્ષણમા ગાર્ડ ડ્યુટી તરીકે ફરજ બજાવતા ૫૫ વર્ષીય ધીરૂભાઈ વરજાંગભાઈ વાઘેલા તારીખ ૨૪-૨૫ના રાત્રીના બે વાગ્યાના અરસામાં ડ્યુટી પર હતા. ત્યારે બાથરૂમ જવા માટે આંગણવાડી પાસેની કેળીએથી દ્યાસ ઉગેલ જગ્યામાથી અંધારામાંથી પસાર થતી વેળાએ ઝેરી જનાવરે ડંખ મારતા તેઓએ તુરંત સાથી કર્મચારી તેમજ રક્ષણ મેળવતા મેઘાભાઈ સોંદરવાને જાણ કરતા તેઓએ ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરતા ગાડિ તુરંત પહોંચી હતી. અને તેઓને સારવાર અર્થે ગોંડલની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સીવીલમા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ રવીવારના ચારેક વાગ્યાના અરસામાં અવસાન થતા પોલીસ પરીવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે. એકદમ શાંત સરળ સ્વભાવ અને નિષ્ઠાપૂર્વક ફરજથી તેઓએ સારી એવી નામના મેળવી હતી. વતન હડમતીયા ગોલીડા ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમ વીધી કરવામાં આવી હતી. તપાસ પીએસઆઇ વી.કે ગોલવેલકર અને રાઈટર ક્રિપાલસીંહ રાણાએ હાથ ધરી છે.

(10:09 am IST)