Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સંગઠન અખંડ જ્યોત યાત્રાનું ગોંડલ થી પ્રસ્થાન

 ગોંડલ : જામકંડોરણા ના સમાજ ભવન નિર્માણ અર્થે આયોજિત યાત્રા તાલુકા ના ગામોમાં નવરાત્રીના નવ દિવસ ઘરેઘરે ''સંગઠન અખંડ જ્યોત યાત્રા''નું  પ્રસ્થાન મહારાજા ભોજરાજજી રાજપૂત વિધાર્થિ ગૃહ ટ્રસ્ટ સમાજ ભવન લાલપુલ પાસે, કે.વી.રોડ ગોંડલ ખાતેથી ગોંડલ રાજવી મહારાજા  હિમાંશુસિહજી  તથા પૂ.સીતારામ બાપુ વડવાળી જગ્યાના હસ્તે ૩-૪૫ કલાકે પ્રસ્થાન થઈ હતી. આ વેળા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને તમામ સંસ્થાઓના હોદેદારો  વડીલો અને યુવાનોની ઉપસ્થિતિ માં અને જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના વડીલો અને યુવાનોની ઉપસ્થિતીમાં  આશાપુરા માતાજીના દર્શન કરી પડવલાભાઈના આશીર્વાદ અને માં ભગવતીના આશીર્વાદ લઇને પૂ.લાલબાપુ ગધેથડના આશીર્વાદ મેળવીને થોરડી ગામે રાત્રી રોકાણ કરી સવારે પ્રથમ નોરતે સવારે યજ્ઞ કરી સાતોદડ કલ્યાણ રાયજી દાદાના દર્શન કરી જામથોરાળા ''માં''મોમાઈ માતાજીના દર્શન કરી શુભ શરૃઆત કરવામાં આવશે. (તસ્વીર-અહેવાલ : જિતેન્દ્ર આચાર્ય ગોંડલ)

(1:55 pm IST)