Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

મોરબી: વહેલી તકે ઈ-મેમો ભરી દેજો, નહિતર પોલીસ કોર્ટમાં કેસ કરશે, જાણો સંપૂર્ણ વિગત

મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસ પામતું શહેર છે અને અહીં લોકોની માથાદીઠ આવક વધુ હોવાથી વાહનની સંખ્યા પણ વધી છે વાહનની સંખ્યા વધવાના કારણે પાર્કિંગ પ્રશ્ન વધ્યા છે  તો રોડ સાંકડા હોવાથી લોકો વન વે ના ભંગ કરી શોટ કટ નીકળી જતા હોય છે તો ઘણા લોકો મોબાઈલ ફોનમાં વાત કરતા હોય છે અને ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તો બહાના બતાવતા હોય છે જોકે તંત્ર દ્વારા ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકો પર સકંજો કસવા સીસીટીવી કેમેરા થકી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નિયમ તોડતા વાહન ચાલકને ઈ મેમો ફટકારવામાં આવે છે. ત્યારે હવે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે લોકોનો ઈ-મેમો બાકી છે તેમને વહેલી તકે દંડની રકમ ભરવાની સૂચના અપાઈ છે અને ઈ-મેમો નહીં ભરનાર નાગરિકો વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરવાનું પણ મોરબી જિલ્લા પોલીસની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇસ્યુ થયેલા ઈ-મેમોનો દંડ ઓફલાઈન ભરવા માટે સવારે 10:00 થી સાંજના 07:00 સુધીમાં રિકવરી સેન્ટર હાલ ટ્રાફિક શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે મોરબી-2 ખાતે કાર્યરત છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના નાગરિકોને શનાળા પોલીસ ચોકી ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે શરૂ કરવામાં આપ્યું છે. આ રિકવરી સેન્ટર ખાતે નાગરિકો સવારે 09:00 થી સાંજના 08:00 સુધી ઈ-ચલણ દંડની રકમ રોકડમાં ભરપાઈ કરી શકશે.
આ ઉપરાંત આપેલી https://echallanpayment.Gujarat.gov.in લિન્ક પરથી પણ ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે. અથવા ઓનલાઇન ઇ-મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી WISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના પર ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકાશે. શક્યો ઇ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં.-૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇમેઈલ, ccc-morbi@Gujarat.gov.in પર સંપર્ક કરવાનું મોરબી જિલ્લા પોલીસની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(12:53 am IST)