Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

મોરબી : હિંદુઓના પવિત્ર શ્રાવણ માસમાં જાહેરમાં માંસ-ઈંડાનું વેચાણ બંધ કરાવો.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે આવેદન આપ્યું.

મોરબી : હિંદુઓ માટે પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં મોરબીના જાહેર માર્ગો પર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મુકવા માંગ કરવામાં આવી છે

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે તા. ૨૯ જુલાઈથી હિંદુઓ માટે પવિત્ર શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે પવિત્ર માસમાં હિંદુ સમાજના લોકો પૂજાપાઠ અને આરાધના કરતા હોય છે અને હિંદુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે દરમિયાન મોરબી શહેરમાં જાહેર માર્ગો પર માંસાહારકે ઈંડાનું વેચાણ ચાલુ હોય તેના પર એક માસ પુરતો પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરી છે
જે બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી મોરબી જીલ્લામાં પણ એ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ સંસ્થાએ કરી છે.

(12:43 am IST)