Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ઉપલેટા પાસે બોલેરો અકસ્‍માતમાં મોટર સાયકલ ચાલકનું મોત

ઉપલેટા : પોરબંદર હાઇવે ઉપર વરજાંગ જાડીયાના પાટીયા પાસે ગત તા. ૧૮ ના બોલેરો કાર અને મોટર સાયકલ વચ્‍ચે અકસ્‍માત થતા મોટર સાયકલ ચાલક વિનોદભાઇ પાઠકને ગંભીર હાલતમાં રાજકોટ દવાખાને દાખલ કરવામાં આવેલ હતા જયાં તેમનું મોત થયેલ હતું. અકસ્‍માતમાં મોટર સાયકલ ચાલકનું મોત થતા ચાલકના પુત્ર સંજયકુમાર વિનોદભાઇ પાઠકે ઉપલેટા પોલીસમાં અજાણ્‍યા બોલેરો નં. જીજે-૩-એમબી ૧૧૬૦ ના સામે પોલીસ ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી બોલેરો કારના ચાલકને ગોતવાના ચક્ર ગતિમાન કરેલ છે.

(11:42 am IST)