Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

આણંદમાં સમલૈંગિક સંબંધોમાં લોકોને ફસાવી તોડ કરનાર ગેંગનો પર્દાફાશ : સુરેન્‍દ્રનગરના ૩ અને બોટાદનો એક શખ્‍સ ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૭ : સુરેન્‍દ્રનગર શહેરના ચાર આરોપીઓ આણંદમાં ઝડપાયા જેમાંના ત્રણ આરોપીઓ સામે હની ટ્રેપની પણ ફરિયાદ નોંધાય છે અને સુરેન્‍દ્રનગરમાં પણ અને ગુના નોંધાયા હોવાની કબુલાતથી સુરેન્‍દ્રનગર શહેરમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

આણંદમાં સમલૈગિક સબંધમાં રસ ધરાવનાર વ્‍યક્‍તિને ફસાવીને તોડ કરવાનાર ગેંગનો પોલીસે પર્દાફાસ કર્યો છે. જેમાં સુરેન્‍દ્રનગરના ૪ આરોપી છે. તે પૈકીના ૩ આરોપી વિરૂધ્‍ધ હની ટ્રેપ, દારૂ સહિતના ગુનાઓ સુરેન્‍દ્રનગરમાં પણ નોંધાઇ ચૂક્‍યા છે.

આણંદના આધેડ સાથે સોશિયલ મીડિયાના માધ્‍યમથી મિત્રતા કેળવીને સમલૈંગિક સબંધ બાંધવા માટે આણંદની હોટેલમાં લઇ જવામાં આવ્‍યા હતા. જયાં અંગત પળો માણવા માટે આવેલા આધેડનો અશ્‍લીલ વીડિયો ઉતારીને તેની પાસે રહેલા રૂ.૪૫૦૦ રોકડા અને રૂ.૪૦ હજારની કિંમતા સોનાના ચેનની લૂંટ કરવામાં આવી હતી. બાદમાં વીડિયો ફરતો કરવાની ધમકી આપીને રૂ.૫ લાખની માગણી કરાતા આધેડે આણંદ પોલીસને જાણ કરી હતી.

આથી પોલીસે સુરેન્‍દ્રનગરની ટીબી હોસ્‍પિટલ સામે રહેતા મુરૂ બહાદુરભાઇ રબારી, સુડવેલ સોસાયટીમાં રહેતા તનવીર અહેમદ જુનેજા, ટીબી સામે જ રહેતા શક્‍તિ મનોજ બાજીપુરા અને બોટાદના આસીફઅલી લીયાકતઅલી અંદાણીને પકડી લીધા હતા. ટીબી હોસ્‍પીટલ સામે રહેતો કુલદિપ દીપકભાઇ ચારોલા નામનો શખસ ભાગી ગયો હતો. આરોપીઓ પૈકી શક્‍તિ બાજીપરા આવી હની ટ્રેપનો માસ્‍ટર માઇન્‍ડ છે.

તેના વિરૂધ્‍ધ સુરેન્‍દ્રનગર અને વિરમગામમાં પણ આવા ગુના નોંધાયા હતા. જેમાં સુરેન્‍દ્રનગરમાં ફરસાણના વેપારીને ફસાવતા વેપારીએ આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ ગુનામાં જેલમાંથી તે જામીન ઉપર છૂટ્‍યો હતો. અને આ નવો કાંડ કર્યો હતો. જયારે કુલદિપ ચારોલા નામના શખસ વિરૂધ્‍ધ અપહરણ સહિતના ગુના નોંધાયા હતા.

આથી તેના વિરૂધ્‍ધ પાસાનું પણ શસ્ત્ર ઉગામવામાં આવ્‍યું હોવાનું સુરેન્‍દ્રનગર પોલીસે જણાવ્‍યું હતું. જયારે તનવીર અહેમદ મના આરોપી વિરૂધ્‍ધ બી ડિવિઝન પોલીસ મથકે દારૂ મારામારી સહિતના ગુનાઓ નોંધાઇ ચુકયા હોવાની વિગતો સુરેન્‍દ્રનગર પોલીસે આપી હતી.

વિડીયો વાયરલ કરનાર ઇસમ સામે કાર્યવાહી

સોશ્‍યલ મીડિયામાં બે ઇસમો સુતેલ હાલતમાં છે અને ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્‍દ્રગઢ ગામે લઠ્ઠાકાંડની પુરી શકયતા. બેની હાલત કફોડી એવા લખાણ સાથે વિડીયો વાયરલ થયેલ. જે હકીકત ધ્‍યાને આવતા તુરત જ જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા ધ્રાંગધ્રા ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી. તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર વીડીયો બાબતે ખરાઇ કરી સત્‍ય હકીકત ઉજાગર કરવા સુચના કરતા ખરાઇ કરાવતા યફુજી ઉકાજી ફુડેચા યુ. કોળી રહે. જુના કુડા તા. ધ્રાંગધ્રા નામના ઇસમે પોતાના વોટસએપ સ્‍ટેટસમાં ઉપરોકત લખાણ સાથેના વીડીયો ચડાવેલ હોવાનું જણાયેલ જેથી સદર વીડીયો બાબતે સચોટ રીતે ખરાઇ કરી કરાવાતા સદર વીડીયો ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્‍દ્રગઢ ગામનો નથી. વિરેન્‍દ્રગઢ ગામે આવો કોઇ બનાવ બનેલ નથી. સમગ્ર સુરેન્‍દ્રનગર જીલ્લામાં પણ આવો કોઇ બનાવ બનેલ ન હોવાનું પુષ્‍ટિ કરવામાં આવેલ છે જેથી મજકુર ઇસમે ખોટી હકીકત જાહેર કરતો વીડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરેલ કરેલ હોય તેના વિરૂધ્‍ધ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્‍ટે.માં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

નવરંગપુરાનો આરોપી ઝડપાયો

અમદાવાદ શહેર નવરંગપુરા પોલીસ સ્‍ટેશન ના ગુર.ર.નં. ૧૧૧૯૧૦૩૬૨૨૦૩૦૨/૨૦૨૨ (ઉવ.૩૨) ૫૦૬ (૨), ૫૦૭, ૧૧૪ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો આરપી રીયાઝભાઇ મહમદભાઇ ફંગાત (મંડલી) (ઉવ.૩૨) ધંધો ડ્રાઇવીંગ રહે. તાલુકા પોલીસ સ્‍ટેશન પાછળ કુંભારપરા ધ્રાંગધ્રા વાળો હાલે કુંભારપરા મેઇન રોડ ઉપર આવેલ ચબુતરા પાસે ઉભો છે તેવી હકીકત આધારે નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવીઝન નાઓની કચેરીના એ.એસ.આઇ બી.આર.પરમાર તથા પો.હેડ કોન્‍સ. અજીતસિંહ દેવુભા ડોડીયા તથા પો.કોન્‍સ. દશરથભાઇ ઘનશ્‍યામભાઇ ધાંધર વિગેરે સ્‍ટાફના માણસો દ્વારા મજકુર આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જે.ડી.પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડીવીઝન નાઓની બાતમી હકીકત આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના એ.એસ.આઇ. બી.આર.પરમાર તથા પો.હેડ કોન્‍સ. અજીતસિંહ દેવુભાઇ ડોડીયા તથા પો. કોન્‍સ. દશરથભાઇ ઘનશ્‍યામભાઇ ધાંધર દ્વારા આરોપીને પકડી પાડેલ છે.

ધ્રાંગધ્રામાં જુગાર દરોડો

હરીપર રોડ શાળા નં. ૬ની પાછળ આવેલ દેવીપૂજકવાસમાં ખુલ્લા પટ્ટમાં જાહેર અનુમ ઇસમો ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા હોય જે હકીકત આધારે રેઇડ કરતા (૧) લખમણભાઇ વજાભાઇ ઉધરેજીયા દેવીપૂજક (ઉવ.૫૫) ધંધો મજુરી રહે. ધ્રાંગધ્રા દેવીપૂજકવાસ શાળા નં. ૬ની પાછળ ધ્રાંગધ્રા (૨) મુકેશભાઇ કુકાભાઇ ઉધરેજીયા દેવીપૂજક (ઉવ.૪૦) ધંધો મંજુરી રહે ધ્રાંગધ્રા દેવીપૂજકવાસ શાળા નંબર -૬ ની પાછળ ધ્રાંગધ્રા (૩) અજયભાઇ રાજુભાઇ ઉધરેજીયા દેવીપૂજક (ઉવ.૨૭) ધંધો મજુરી રહે. ધ્રાંગધ્રા દેવીપૂજકવાસ શાળા નંબર ૬ પાછળ રોકડ રૂપિયા ૧૧,૩૦૦ સાથે પકડાઇ જઇ ગુન્‍હો કરેલ.

ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્‍ટેશનના આઇ/સી પો.ઇન્‍સ. એસ.બી.સોલંકી પો.હેડ કોન્‍સ. વી.જી.પરમાર તથા પો.કોન્‍સ. યુવરાજસિંહ સોલંકી તથા લાલજીભાઇ ચૌહાણ તથા વિક્રમભાઇ રબારી વિગેરેએ આ કામગીરી કરી છે.

(11:36 am IST)