Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સમિતિનું વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ ઘર આંગણે સ્વાગત કર્યું

ધારાસભ્યો શંભૂજી ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના સમિતિના સભ્યો કચ્છના મહેમાન બન્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭

કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિનું વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે સર્કિટ હાઉસ ભુજ ખાતે સ્વાગત અને સન્માન કર્યું હતું. અધ્યક્ષાશ્રીએ સમિતિના કચ્છ આગમનને વધાવી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સમિતિના સભ્યોએ પણ સન્માન બદલ વિધાનસભા અધ્યક્ષશ્રીનો આભાર માન્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અધ્યક્ષશ્રીએ સમિતિના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર સહિત ધારાસભ્યોશ્રી સર્વશ્રી રઘુભાઇ દેસાઇ, ઠાકોર ગેનીબેન, ઠાકોર અજમલજી, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમભાઇ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદભાઇ રાણા અને ભરતભાઇ પટેલનું સન્માન કર્યું હતું.

(10:13 am IST)