Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

જામનગરથી બુઢા અમરનાથ યાત્રાએ જતા ધર્મ પ્રેમીઓને વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા પ્રસ્‍થાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૭: જામનગરથી વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા બાબા બુઢા અમરનાથ યાત્રા માટે જામનગર જિલ્લાના ૩૦થી વધુ હિન્‍દુ સમાજના ભાઈ-બહેનો વૈષ્‍ણોદેવી કટરા ટ્રેન મારફતે રવાના થયા હતા. આ પ્રસંગે વિશ્વ હિન્‍દુ પરિષદના જિલ્લા અધ્‍યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્‍યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્‍યક્ષ સુબ્રમણ્‍યભાઈ પીલ્લે, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી રવિન્‍દ્રભાઈ કુંભારણા, હેમતસિંહ જાડેજા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્‍પેશભાઈ રાજાણી, વિશ્વ હિન્‍દુ પરિષદ જામનગર ગ્રામ્‍યના સહમંત્રી પ્રફુલાબેન અગ્રાવત સહિતના અગ્રણીઓ અને વિશ્વ હિન્‍દુ પરિષદના મહિલા વિભાગના સંયોજિકા હીનાબેન અગ્રાવતની આગેવાનીમાં બુઢા અમરનાથ ખાતે યાત્રાએ જતા ધર્મ પ્રેમીઓને પુષ્‍પહાર સાથે હાપા રેલવે સ્‍ટેશન ખાતે પ્રસ્‍થાન કરાવ્‍યું હતું અને તેઓની યાત્રા સુખમય નિવડે તેવી શુભેચ્‍છાઓ પણ વિશ્વ હિન્‍દુ પરિષદ જામનગર દ્વારા પાઠવવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૫માં વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળ દ્વારા જમ્‍મુના પૂછમાં આવેલ રાજોરીમાં આવેલ અતિ કઠિન બનાવતા બાબા બુઢા અમરનાથ ના સાનિધ્‍યમાં શ્રદ્ધાળુઓને દર્શન માટે જવાની શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન સૌરાષ્ટ્રમાં અંદાજિત ૬૦૦ લોકો બે દિવસ માટે શરૂ થનાર બાબા બુઢા અમરનાથ યાત્રામાં જોડાઈ રહ્યા છે. જામનગર થી એક અઠવાડિયા માટેની આ યાત્રા માં ૩૦થી વધુ બહેનો અને ભાઈઓ જોડાયા છે.

(10:04 am IST)