Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કલ્યાણપુરના રાણમાં યુવકને માર મારવાના કથિત પ્રકરણમાં ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીને તપાસ સોંપાઈ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે એક સગીર ગઢવી યુવાનને પોલીસે ઢોર માર મારવાના કહેવાતા પ્રકરણમાં કોર્ટમાં ફરીયાદ થતા પોલીસને તપાસ સોંપાતા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

રાણ ગામે આ સગીર યુવાનને પોલીસે બે બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પકડેલો તેની પૂછપરછમાં તેણે બે જગ્યાએ ખેતરમાં એક જગ્યાએ ત્રણ અને એક જગ્યાએ બે પેટી ઈંગ્લીશ દારૂ છુપાવેલો તે શોધી કાઢયા પોલીસ સાથે ગયેલો તથા તેના ભાઈ દેરાજનો આ દારૂ હોવાનું પણ તેણે કબૂલ્યુ હતુ.

આ પ્રકરણે જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે તો ડીવાયએસપી શ્રી ચૌધરીએ ઉંડી તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)