Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

ગાંધીધામના શિણાય ડેમમાં સાથે ન્‍હાવા પડેલ પરિણીત યુવતી અને પરિચિત મિત્રનું મોત

ધૂળેટી ઉજવ્‍યા બાદ ડેમમાં બે યુવતીઓ અને પુરૂષ મિત્ર સાથે ડેમ ઉપર ગયા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : ગાંધીધામના જોડિયા શહેર આદિપુર માં લીલાશા સર્કલ પાસે રહેતા ૨૬ વર્ષીય પરિણીત યુવતી મોનિકા સાજન રાજપૂત આદિપુર વોર્ડ ૬ બી માં રહેતાં તેમના પરિચિત મિત્ર પ્રશાંત દીપક ફૂલે તેમ જ અન્‍ય મહિલા મિત્ર સાથે ધુળેટીની ઉજવણી કર્યા બાદ શિણાય ડેમ ઉપર ફરવા ગયા હતા.

ડેમની અંદર ન્‍હાવા પડેલા મોનિકાબેન સાજન રાજપૂત (ઊં.૨૪) અંદર પાણીમાં ડૂબવા લાગતાં તેમની સાથે ન્‍હાવા પડેલા પ્રશાંત દીપક ફૂલે (ઊં.૨૬) તેમને બચાવવા ગયા હતા. પણ, દુર્ભાગ્‍યે બન્ને ડૂબી ગયા હતા. અન્‍ય મહિલા મિત્ર ડેમ ઉપર બેસી રહ્યા હતા તેમણે બન્ને ને પાણીમાં ન જોતાં બૂમો પાડી અન્‍ય લોકોને મદદે બોલાવ્‍યા હતા. પણ, દુર્ભાગ્‍યે યુવક દિપક અને યુવતી મોનિકા બેન બન્નેનું મોત નિપજયું હતું.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પરિણીત યુવતીના પતિ સાઉદી અરેબિયામાં ધંધાર્થે છે.

(11:04 am IST)