Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

કચ્‍છના શિકરા ગામે પત્‍નીએ બાજરીના રોટલા ન બનાવતા પતિએ બેરહમીથી લાકડા વડે ફટકારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : સામાન્‍ય બાબતે હવે લોકોમાં વધતો ગુસ્‍સો મારામારી અને ક્‍યારેક તેનાથી પણ આગળ વધી જીવલેણ બની રહ્યો છે.

કચ્‍છના ભચાઉ તાલુકાના શિકરા ગામે બાજરાનો લોટ ન મળતાં પત્‍નીએ ઘઉંની રોટલી બનાવી હતી. પરંતુ પતિને બાજરાનો રોટલો ખાવો હોઈ ગુસ્‍સે થયેલા પતિએ પત્‍ની ને બેરહમ બની લાકડી વડે ફટકારતાં ફ્રેકચર સાથે પત્‍ની ને ૧૨ ટાંકા આવ્‍યા હતા.

આ અંગે આરોપી પતિ વિનોદ બુધા નાયક વિરૂદ્ધ તેમના પત્‍ની ગીતાબેનને બેરહમી સાથે માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

(11:04 am IST)