Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સોમનાથમાં આયોજીત ‘સૌરાષ્‍ટ્ર તામિલ સંગમ'ને લઇને અદમ્‍ય ઉત્‍સાહ : પુર્વતૈયારી અર્થે ચેન્નઇમાં યોજાઇ બેઠક

રાજકોટ તા. ૨૪ : ૧૯૬૦ માં થયેલ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ ઉપર વિદેશી આક્રમણ વખતે સૌરાષ્‍ટ્રમાંથી હિજરત કરી ગયેલા સૌરાષ્‍ટ્રવાસી સમુદાય માટે લગભગ એક હજાર વર્ષનાં સુદિર્ધકાળ પછી વિશાળ સ્‍વરૂપે સોમનાથજીનાં સાનિઘ્‍યમાં યોજાઈ રહેલ સૌરાષ્‍ટ્ર તામીલ સંગમમાં ભાગ લેવા માટે સૌરષ્‍ટ્ર સમુદાયમાં જબરદસ્‍ત ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

ચેન્‍નઈ ખાતે સૌરાષ્‍ટ્રવાસી સમુદાયનાં તામીલનાડુંનાં વિવિધ સ્‍થાનો ઉપરથી ઉપસ્‍થિત અગ્રણીઓની બેઠકમાં આ ઐતિહાસીક કાર્યક્રમ આયોજીત થવા અર્થે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ખાસ અભિનંદન પાઠવી રાજયભરનાં નેતાઓએ આ કાર્યક્રમને સાચા અર્થમાં ઐતિહાસીક બનાવવા મકકમ નિર્ધાર વ્‍યકત કર્યો હતો.

ર૦૦પ ની સાલથી અવિરતપણે તામીલનાડુ અને દક્ષીણનાં રાજયોમાં વસતા સૌરાષ્‍ટ્રવાસી સમુદાય સાથે જીલ્લે-જીલ્લે સંપર્ક પ્રસ્‍થાપિત કરી સંકલન કરવામાં સક્રિય પ્રો. કમલેશ જોશીપુરાએ આ પ્રસંગે સમાજ જીવનનાં રાજકિય, સામાજીક, સાંસ્‍કૃતિક, કલા, શિક્ષણ, સાહિત્‍ય, ફીલ્‍મ સહિતનાં ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરનાર અગ્રણીઓ તેમજ સૌરાષ્‍ટ્રવાસી સમુદાયનાં ન્‍યાયમૂર્તિઓ, સનદી અધિકારીઓથી લઈ દુર-સુદુર ગામડાઓમાં આ સંગમમાં સામેલ થવા અર્થે માઈક્રો લેવલ આયોજન ઉપર ખાસ ભાર મુકી અને આ બેઠકમાં તેની યોજનાં ઘડી કાઢવામાં આવેલ.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીનાં પૂર્વ ઉપકુલપતિશ્રી કલ્‍પક ત્રિવેદીએ જણાવ્‍યું હતું ગુજરાતનાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ, આ સમુદાય સાથે આદાન-પ્રદાન પ્રવૃતિ અને સતત સંપર્ક અર્થે સતત પ્રેરણા આપી છે, ચેન્‍નઈ ખાતે રાજયભરમાંથી આવેલ પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિ સંગમ માટેનો ઉત્‍સાહ બતાવી આપે છે.

સૌરાષ્‍ટ્ર મઘ્‍યસભાનાં અઘ્‍યક્ષશ્રી વી. આર. રાજેન્‍દ્રને આ પ્રકારનો ઐતિહાસીક ઉપક્રમ આયોજીત કરવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ખાસ અભિનંદન આપેલ.

તા.રપ-ર૬ માર્ચ દરમ્‍યાન તામીલનાડુનાં મદુરાઈ, કુંભકોણમ, થાંજાવુર, ડીંડીગુલ, સેલમ, ત્રિચીનાંપલ્લી, તીરૂનેલવેલ તેમજ પરમકુડી-યમનેશ્‍વર સહિતનાં શહેરોમાં સૌરાષ્‍ટ્રવાસીઓની વિશાળ ઉપસ્‍થિતિમાં રોડ-શો આયોજીત થયા છે, તેમાં સૌરાષ્‍ટ્રવાસી સમુદાયનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહાનુભાવોની ઉપસ્‍થિતિ અર્થે તેમજ સર્વ સ્‍તરેથી પ્રતિનિધિત્‍વ અર્થે સૌરાષ્‍ટ્રવાસી અગ્રણીઓની બેઠકમાં આયોજનને સફળ બનાવવા માટે ખાસ ચર્ચા-વિચારણાં કરવામાં આવેલી હતી.

બેઠકમાં સૌરાષ્‍ટ્ર મઘ્‍યસભાનાં પ્રમુખ વી.આર. રાજેન્‍દ્રન (કુલપતિ), આર. બી. આર. રામાસુબ્રમણ્‍યમ, વરિષ્‍ઠ ધારાશાસ્‍ત્રી શ્રીરામશેકર, શ્રીમતી એ. આર. મહાલક્ષ્મી, સુરેન્‍દ્રન બાબુ, એમ. એસ. રામલીંગમ સહિત રાજયભરનાં પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા.

(5:26 pm IST)