Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

મોરબી : ટેન્‍કરમાંથી કેમીકલ ચોરીનાકૌભાંડમાં બે શખ્‍સોના રીમાન્‍ડ મંગાયા

જુના નાગડાવાસના લક્ષ્મણ રાઠોડ અને મોરબીના જયેન્‍દ્ર આદ્રોજાની શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૭: મોરબી નજીક કારખાનામાંથી ટેન્‍કરમાંથી કેમીકલ ચોરીના કૌભાંડમાં પકડાયેલ ડ્રાઇવર અને કલીનરને પોલીસે રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સોખડા ગામ જવાના રસ્‍તે આરોપી લક્ષમણભાઈ નારણભાઈ રાઠોડ રહે-જુના નાગડાવાસ અને જયેન્‍દ્ર રામજી આદ્રોજા રહે-મોરબી એ ટેન્‍કર ચાલક રાજેશ રામજી આહીર અને અજીતસિંહ પળથ્‍વીરાજસિંહ ઝાલાનો સંપર્ક કરી ગેરકાયદેસર રીતે ટેન્‍કરમાં ભરેલ ફીનોલ નામનું કેમિકલ ટેન્‍કર ઉપર લગાવેલ સીલ ખોલી નળી નાખી ટેન્‍કરમાં ભરેલ ફીનોલ નામના કેમિકલનો જથ્‍થો વેચાણ કરવાના ઈરાદે બેરલમાંથી કાઢી તથા આરોપી રાજેશભાઈ અને અજીતસિંહ પોતાના કબ્‍જા વાળા ટેન્‍કર પોતાના શેઠ તથા માલ ખરીદ કરનારની જાણ બહાર વિશ્વાસઘાત કરી ગેરકાયદેસર રીતે કેમિકલનો જથ્‍થો કાઢતા હોય દરમિયાન એલસીબી ટીમે દરોડો પાડી ત્‍યાંથી આરોપી રાજેશ આહીર અને અજીતસિંહ ઝાલાને ટેન્‍કર  કીમત રૂ.૧૦,૦૦,૦૦૦, ટેન્‍કરમાં ભરેલ ફીનોલ નામનું કેમિકલ આશરે ૨૩૨૨૦ લીટર કીમત રૂ.૨૩,૪૫,૨૨૦, ટેન્‍કરમાંથી કારખાનામાં ટેન્‍કરના ટાંકામાં નળી બેરલ ઇલેક્‍ટ્રિક મોટર મારફત ભરેલ કેમિકલ આશરે ૩૦૦૦ લીટર કીમત રૂ.૩,૦૩,૦૦૦, રોકડા રૂ.૧૨૦૦૦, કિયા કાર જીજે ૩૬ એસી કીમત રૂ.૫,૦૦,૦૦૦, મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૧૦,૦૦૦ સહીત કેમિકલ ચોરી કરવા માટેની સાધન સામગ્રી જેમાં નળી, બેરલ, ઇલેક્‍ટ્રિક મોટર એમ કુલ મુદામાલ કીમત રૂ.૪૧,૭૦,૨૨૦ સાથે આરોપી રાજેશ આહીર અને અજીતસિંહ ઝાલાને ઝડપી પાડય હતા જ્‍યારે આરોપી લક્ષ્મણ રાઠોડ નાશી ગયા હતા તો આરોપી જયેન્‍દ્રભાઈ આદ્રોજા હાજર નહિ મળી આવતા તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:08 pm IST)