Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

દ્વારકામાં બે સ્‍થળોએ જુગાર રમતા સાત ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૭ : દ્વારકાના શાંતિનગર વિસ્‍તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા મહેશ માધુભાઇ ચુડાસમા, બશીર સુલેમાન સુમરીયા, સુલેમાન હુસેન થૈયમ અને ગજેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજા નામના ચાર શખ્‍સોને ઝડપી લઇ રૂપિયા ૪૭૧૭૦ રોકડા તથા રૂા. ૧૫૦૦૦ના ત્રણ મોબાઇલ ફોન મળી રૂા. ૧૯,૧૯૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

દ્વારકામાં આવેલી એક હોટલ પાસેથી બાવળની ઝાળીમાં બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા રત્‍ના સવજી કણજારીયા, ભગવાનજી મોમૈયા નાગેશ  અને ભાઇલાલ અમુભાઇ મોદી નામના ત્રણ શખ્‍સોને પોલીસે રૂપિયા ૨૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(12:58 pm IST)