Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

માં આશાપુરા માતાના-મઢ કચ્‍છ ખાતે કાલે ભવ્‍ય હોમાદિકક્રિયા ઉત્‍સવ ઉજવાશે

રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી રાત્રીના ૧.૦૫ કલાકે હવનમાં બીડુ હોમાશે

રાજકોટઃ ભારતીય સંસ્‍કૃતિમાં શકિત ઉપાસનનું સ્‍થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરાશકિત પીઠ ખાતે આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ ભવ્‍ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનું ૧૯મી સદીનું ભવ્‍ય તિર્થધામ છે. સૌરાષ્‍ટ્‍્ર-ગુજરાત, મહારાષ્‍ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્‍યામાં માતાજીના ગુણગાન ગાતામાં આશાપુરા ઉપર અપાર શ્રધ્‍ધા વિશ્વાસ સાથે માઇભકતો દર્શન્‍ કરવા  આવે છે. માંઆશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની વિશાળ ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્‍ય મંદિર ૫૮ ફુટ લાંબુ અને ૩૨ ફુટ પહોળો છે. માંઆશાપુરાની વિશાળ કદની ૬ ફુટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનુ અતિ ભારે મહત્‍વ છે. લાખોની સંખ્‍યામાં માંની માનેલ અનેશ્રધ્‍ધા આસ્‍થ સાથે ભાવિકો દર્શન કરવા આવે છે.

ચૈત્રી સુદ-૭, તા.૨૮ મંગળવાર, રાત્રીના ૯૮ કલાકે રાજા બાવાશ્રી યોગેન્‍દ્રસિંહજીના અધ્‍યક્ષસ્‍થાને ગોર મહારાજશ્રી દેવકૃષ્‍ણ મુળશંકર જોશી હોમાદિક ક્રિયાનો પ્રારંચ્‍ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોની હોમાદિક ક્રિયા આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્‍લોક, સંક્રાંતિપાઠ, માના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્‍યરાત્રીએ રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી રાત્રીના ૧ કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે. સમગ્ર વાતાવરણમાં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. ભુવા તરીકે ગજુભા ચૌહાણ સેવા આપે છે.

માંઆશાપુરા ધામમાં નિજ મંદિરાની અંદર જ હનુમાનજી, ગણેજી, શંકર-પાર્વતી, ચાચરા ભવાની, ખેતરપાળ દાદા તેમજ બાજુમાં હિંગળાજ માનું ભવ્‍ય મંદિર આવેલ છે. આરતીનો સમય સવારના ૫ વાગ્‍યે મંગળા આરતી, સવારે ૯ કલાકે ધુપ આરતી સાંજની સુર્યાસ્‍ત મસય મુજબ કરવામાં આવે છે. ભાવિકોને વિનામૂલ્‍યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. માંઆશાપુરા સૌની મનોકામના પુર્ણ કરે છે. માં આશાપુરાના ભકતોને લાઇવ દર્શન તથા હોમાદિક ક્રિયા વિધિના દર્શન કરવા માટે WWW.MATANAMADH.ORG વેબસાઇટ પર નિહાળી શકાશે. માતાના મઢ ટ્રસ્‍ટીગણ સેવકો નવરાત્રી દરમ્‍યાન દિવસ રાત સેવા આપે છે. માતાજીના પરમ ભકત મયુરસિંહ જાડેજા સેવા કરતા હોવાનું વિનોદભાઇ પોપટ(મો.૯૯૭૯૯ ૦૭૨૧૮)એ યાદીમાં જણાવ્‍યુ છે.

(12:13 pm IST)