Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

આટકોટના હાઇવે પર ખાડાના કારણે વાહનોના અકસ્‍માતનો ભય

(કરશન બામટા દ્વારા)આટકોટ તા. ૨૭ : રાજકોટ ભાવનગર હાઇવેઆટટકોટ ઘનશ્‍યામ પેટ્રોલ પંપ પાસે પર પંપ પાસે બમ્‍પ પાસે બસ મોટા ખાડા ના કારણે અકસ્‍માત સર્જાઇ રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી રોડ પર લારીઓ વાળા પાણી નાખતા હોય જેને લઇ આ બમ્‍પ પાસે મસ મોટો ખાડો પડી ગયો હોય તેના કારણે એસટી બસ તેમજ ટ્રક ફોરવીલ સહિતના વાહનો આ ખાડો નડે છે ચાર ફોટા જેવડો મસ મોટો ખાડો પડી ગયો હોય. વાહન ચાલકો હેરાન પરેશાન થતા હોય છતાં પી ડબ્‍લ્‍યુ ના અધિકારી દ્વારા કોઈપણ ખાટો ભરવાની કામગીરી કરવામાં આવતી નથી જેને લઇ અહીં અકસ્‍માત પણ સર્જાઈ રહ્યા છે.

 આ ખાડાના કારણે ઘણા ટુવીલ ચાલકો પણ પડ્‍યા છે છતાં તંત્ર દ્વારા આવા ખાડાકા પુરવાની કામગીરી કરવામાં આવતી નથી તેમ જ આટકોટ કૈલાશ નગર કન્‍યા છાત્રાલય પાસે એક સાથે ત્રણ પંપ બનાવી નાખતા હોય જેને લઇ પણ વાહન ચાલકો પરેશાન થઈ ગયા હોય આ ત્રણ બમ્‍પને કાઢી એક બમ્‍પ બનાવવાની માંગણી ઉઠી છે

 

(10:18 am IST)