Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પોરબંદરમાં બંધ મકાનમાંથી તાંબા-પીતળના વાસણો અને ચાંદીના સીક્કાની ચોરીનો ભેદ ઉકેલાયોઃ આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૭: બંધ મકાનમાંથી તાંબા-પિતળના વાસણો અને ચાંદીના સિક્કા કુલ ૭૬૯૦ની ચોરી કરીને વેચવા જતો અનિલ હેમુભાઇ પરમારને પોલીસે પકડીને ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસીંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની નાઓએ પોરબંદર જીલ્લામાં વણશોધાયેલ મીલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે એસઓજી પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલનાઓને સુચના આપેલ જે અનુસંધાને પો.ઇન્સ. તથા પો.સબ ઇન્સ. એસઓજી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ. .મહેબુબખાન બેલીમને બાતમી રાહે હકીકત મળેલ કે કીર્તીમંદિર પોલીસ સ્ટેશન ગુ.ર.ન. પાર્ટએ ઇ.પી.કો. કલમ ૪પ૪,૪પ૭, ૩૮૦ મુજબના કામનો આરોપી કલીપુલ રીવરફ્રન્ટ ગેઇટ સામે રોડ ઉપર ચોરીનો મુદામાલ લઇને વેચવા જાય છે. જેથી તુરંત ટીમ સાથે હકીકતવાળી જગ્યાએ જઇ જોતા અનીલ હેમુભાઇ પરમાર બાવરી ઉ.વ.ર૦ વાળો ખંભા ઉપર એક પ્લાસ્ટીકના બાચકામાં ચોરીમાં ગયેલ તાંબા-પીતળ તથા જર્મનના વાસણો સાથે ઉભેલ હોય જેને ચેક કરતા ચોરીમાં ગયેલ તાંબા-પીતળ તથા જર્મનના વાસણો ૧૭ કીલો ૩૩૦ ગ્રામ તથા રૂપાની કાઠલી તથા કડો ૧ર૪ ગ્રામ તથા ચાંદીનો સિક્કો ર૪ ગ્રામ કુલ કિ. રૂ. ૭૬૯૦ના મુદામાલ કબજે કરી વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે. અને આરોપીને પકડી પાડી કીર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. મજકુર આરોપી અગાઉ પણ ચોરીના અનેક ગુન્હાઓમાં પકડાયેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા, પો.સ.ઇ. એચ.સી.ગોહીલ તથા એસ.ઓ.જી. સ્ટાફના એએસઆઇ કિશનભાઇ ગોરાણીયા, એચસી મહેબુબખાન બેલીમ, સરમણભાઇ સવદાસભાઇ કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, સંજયભાઇ ચૌહાણ, મોહીતભાઇ ગોરાણીયા તથા ડ્રાઇવર માલદેભાઇ પરમાર તથા ડ્રાઇવર ગીરીશ વરજાંગભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

(12:00 pm IST)
  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST