Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જુનાગઢમાં દમ અને એલર્જીના અમેરિકાના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોનો વિનામુલ્યે કેમ્પ

જુનાગઢ તા.૨૬ : મુળ જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાનાં ખીરસરા ગામનાં, હાલ અમેરીકામાં વસવાટ કરતા અને અમેરિકાની નામાંકિત યુનિવર્સીટીમાંથી 'એલર્જી' વિષયમાં એમ.ડી.થયેલા ડો.લક્ષ્મણ ગોંડલિયા (સુપર સ્પેશ્યાલીસ્ટ)નો જુનાગઢ જીલ્લાની ત્રિમૂર્તિ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં તા.૨૯ શુક્રવાર સવારે ૯ થી બપોરે ૨ના રોજ જરૂરિયાતમંદ દર્દીઓને જેવા કે શ્વાસ, દમ, એલર્જી વગેરે દર્દીઓને વિનામુલ્યે તપાસ કરશે.

આ કેમ્પ ત્રિમૂર્તિ હોસ્પિટલ, નેહરૂપાર્ક સોસાયટી, બસસ્ટેન્ડ પાછળ યોજાશે. દર્દીઓએ જુના રિપોર્ટ, ફાઇલ તથા ફોટા વગેરે સાથે લાવવા અને નિદાન નિઃશુલ્ક છે, પરંતુ દર્દીને શ્રેષ્ઠ સેવાઓ આપવા અગાઉથી નામ લખાવવા માટે ૦૨૮૫-૨૬૩૧૭૩૧, ૯૭૨૭૭ ૪૭૧૨૫, ૯૭૨૭૭ ૪૭૧૦૫ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:37 pm IST)